પાલનપુર નગરપાલિકાની ફાયર ટીમ : રેસ્ક્યુક્રાફ્ટની મદદથી પાણીમાં ડૂબતા માણસને બચાવાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

રેસ્ક્યુક્રાફ્ટનુ રીમોન્ટ 1 કિલો મીટરના અંતર સુધી કામ કરશે,દાંતીવાડા ડેમ ખાતે ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુક્રાફ્ટ અને બોટ નું ટેસ્ટિંગ કરાયું પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને સરકાર દ્વારા રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન ફાળવવામાં આવ્યું છે. આ મશીન પાણીમાં ડૂબતા માણસને બચાવીને કિનારા સુધી લાવવાનું કામ કરશે અને આ સમગ્ર કામગીરી રિમોન્ટથી કરવામાં આવશે. જેનું ટેસ્ટીંગ દાંતીવાડા ખાતે કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપત્તિ સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુક્રાફ્ટ મશીનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રેસ્ક્યુ ક્રાફ્ટ મશીન રીમોન્ટ કંટ્રોલથી ઓપરેટ કરવામાં આવે છે. જે એક કિલોમીટર સુધીના અંતરમાં કામ કરી શકે છે. જેથી દાંતીવાડા ખાતે આ મશીનનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગે પસાર થતા પાણી માં એક યુવક ડૂબી રહ્યો હોવાની મોકડ્રીલ કરી જેને રેસ્ક્યુક્રાફ્ટ મશીન ને રિમોન્ટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી મશીનને નદીમાં મોકલી ડૂબતા યુવકને બચાવીને કિનારા સુધી લાવવામાં આવ્યો હતો. તેમજ પાલનપુર નગર પાલિકા ફાયર વિભાગને ફાળવેલી બોટનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

જેથી આગામી સમયમાં ચોમાસા માં પુર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપત્તિ સમય લોકોના જીવ બચાવી શકાય તે માટે મશીનોનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જેમાં ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ, વાયરલેસ ઓફિસર જગદીશભાઈ જોષી, લેડિંગ ફાયરમેન મહાદેવ ભાઇ ઠાકોર સહિત ફાયર વિભાગ નો સ્ટાફ હાજર રહ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.