ધાનેરાના ધાખા ગામે કરીયાણાની દુકાનમાં આગ લાગતા માલસામાન બળીને રાખ

બનાસકાંઠા
fire in dhanera
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકના ધાખા ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલી એક કરીયાણની દુકાનમાં ગઈકાલે વહેલી સવારે આગ લાગતા વેપારીનો લાખો રૂપિયાનો માલસામાન બળીને રાખ થઈ ગયો હતો.
ધાનેરા તાલુકના ધાખા ગામના બસ સ્ટેન્ડ નજીક એક કરીયાણની દુકાનના માલિક ભરતભાઈને ગઈકાલે સવારે પોતાના બાજુવાળા દુકાનદારે મોબાઈલ ઉપર ફોન કરી જણાવેલ કે તમારી દુકાનમાંથી ધુમાડા નીકળે છે તરતજ પોતાની દુકાનમાં આવી જોવે તો બંધ દુકાનમાં ચારે તરફ આગ ફેલાઈ ગઈ હતી.ગરમ થયેલ લોખડનું પતરૂ મહા મુસીબતે ઊંચું કરી પાણીનો મારો ચલાવ્યો હતો.જોકે બંધ દુકાનમાં લાગેલી આગના કારણે તમામ માલસામાન બળીને રાખ થઈ ગયો હતો.ફ્રીજ સહિતની તમામ વસ્તુ રાખમાં બદલાઈ ગઈ હતી. આ ઘટનાને પગલે ગામના સરપંચ પણ દોડી આવ્યા હતા અને ધાનેરા પોલીસને પણ જાણ કરાઈ હતી.હાલ તો આ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોય તેવું અનુમાન લાગવામાં આવી રહ્યું છે.અન્ય તમામ ચીજ વસ્તુઓની વાત કરીએ તો અંદાજીત લાખો રૂપિયાનું નુકસાન થયા હોવાનું દુકાનદાર જણાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.