ધાનેરામાં માસ્ક તેમજ સામાજિક અંતર ના જાળવતાં ર૧ હજારનો દંડ
રખેવાળ ન્યુઝ ધાનેરા : બનાસકાંઠા જિલ્લાની ધાનેરા નગરપાલિકા કોરોના વાઇરસ બાબતે આક્રમક મૂડમાં આવી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામા ચિંતાજનક કોરોના કેસ વધી રહ્યા છે.જયારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમા કેટલીક જગ્યાએ બેદકારી જેવી તસ્વીરો સામે આવતા આજે ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર એસ. એમ. અન્સારી દ્વારા ચાર જેટલી ટીમો સાથે આજે ધાનેરા શહેરની બજારો પર મુલાકાત માટે નીકળ્યા હતા. ધાનેરા શહેરમાં આવેલી હોસ્પિટલમાં દર્દીના સ્નેહીજનો ખાસ કરીને ટોળામાં જોવા મળતા હોય છ. સાથે સામાજિક અંતર તેમજ માસ્ક મોં પરના હોવાથી ચાર મોટી હોસ્પિટલના સંચાલકો પાસેથી કુલ ૧૭ હજાર ઉપરનો રોકડ દંડ વસુલ કર્યો હતો. આ સિવાય ધાનેરા દેવદર્શન કોમ્પલેક્ષ ખાતે સેલનો મોલ ખોલવામાં આવ્યો હતો. આ મોલ ખાતે મોટા પ્રમાણમાં લોકોના ટોળાં ભેગા થતા આ મોલને પણ આજે બંધ કરી શીલ મારવામાં આવ્યો હતો. ધાનેરા શહેર વધતી જતી ભીડના કારણે ધાનેરા નગરપાલિકા આજે આક્રમક બની હતી. લોકો કોરોના વાઇરસની ગાઈડલાઈનનું ચુસ્ત પણે પાલન કરે તે માટે ચાર ટીમો ઉપરાંત વધુ નગરપાલિકાના કર્મચારીઓને બજારોમા ફરતા કરવાની પણ તૈયારી ચીફ ઓફિસર કરી રહ્યા છે.