થરાદ – સાંચોર હાઇવે પર આખરે તંત્રએ ડામરના થીંગડા મારવાંમાં આવ્યાં
થરાદ નગરમાં નવીન હાઇવે પાણીના ટાંકાથી દૂધ શિત કેન્દ્ર સુધી બની રહ્યો છે. ત્યારે પાણીના ટાંકાથી બુઢનપુર સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં છેલ્લા ઘણા સમયથી છે. જેનો એહવાલ મીડિયામાં પ્રકાશિત થતા તંત્ર દ્વારા થીંગડા મારવાનું ચાલુ કરી વાહનચાલકોને ખુશ કર્યા હતા. જોકે સાંચોર હાઇવે પર ભારતમાલા સુધીનો નવીન રોડ બનાવવામાં આવે એવી વાહનચાલકોમાં માગ ઉઠવા પામી છે.
બનાસકાંઠાના થરાદ સાંચોર હાઇવે ઉપર પાણીના ટાંકાથી લઈ બુઢણપુર સુધીનો રોડ ખખડધજ હાલતમાં હોવાનો મીડિયામાં એહવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેના બાદ રોડ વિભાગ દ્વારા રોડ પર ડામરના થીંગડા મારવાંમાં આવ્યાં છે. સાંચોર હાઇવે થરાદથી બુઢનપુર સુધી ભારતમાલા હાઇવે સુધી આ રોડ છેલ્લા કેટલાક દિવસોથી ખરાબ હાલતમાં હોવાથી અવરનવર અકસ્માતો પણ થતાં હોય છે અને આ રોડ ઉપર અનેક ખાડાઓ હોવાથી અકસ્માતનો ભય વાહનચાલકોમાં જોવા મળી રહો હતો. તંત્ર દ્વારા પાણીના ટાંકાથી લઇને બુઢનપુર સુધી ખાડાઓ ડામરથી ભરવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ રોડને નવીન રોડ બનાવવામાં આવે એવી પણ વાહનચાલકોની માગ ઉઠવા પામી છે. ચોમાસામાં આ રોડ પરના ખાડાઓને કારણે પાણી ભરાઇ જવાથી વાહનચાલકોને અકસ્માતની ભિતિ સેવાઇ રહી છે.