થરાદના આજાવાડા રામપુરા વચ્ચે જીવલેણ ખાડો, સ્થાનિકોએ વાહનચાલકોનું ધ્યાન દોરવા બાવળ નાખ્યા
થરાદ તાલુકાના ગામડાઓમાં જવાનો રામપુરા રસ્તા પર આજાવાડા રામપુરા વચ્ચે જોખમી ખાડો છેલ્લા ઘણાં સમયથી પડ્યો છે. જેને લઈને વાહનચાલકો અકસ્માતના ભયથી ડરી રહ્યા છે. તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે એવી વાહનચાલકોમાં અને સ્થાનિક લોકોમાં માગ ઉઠી છે. થરાદ તાલુકાના આજાવાડા રામપુરા વચ્ચે રોડ ઉપર જોખમી ખાડો પડતા વાહન ચાલકો પરેશાન થઇ ગયા છે. રામપુર અને આજાવાડા વચ્ચે ખાડો પડતા રાત્રીના સમયે વાહન ચાલકોને ચાલવું ભારે મુશ્કેલ બની રહ્યું છે.
ખાડાથી કારણે કોઈ અકસ્માત સર્જાય તે પહેલા તંત્ર દ્વારા જીવલેણ ખાડાનું સમાર કામ થાય એવી વાહન ચાલકોની માગ ઉઠવા પામે છે. આજાવાડા ગામના સ્થાનિક વાહનચાલક એ જણાવ્યું હતું કે, રામપુરાથી આજાવાડા વચ્ચે રોડ પર છેલ્લા કેટલાક સમયથી જોખમી ખાડો પડતાં અકસ્માતનો ભય રહે છે. આ રોડ પર રાત્રીના સમયે વાહન લઇને નીકળવું મુશ્કેલ લાગે છે. જો વાહન ખાડામાં ખાબકી પડે તો અકસ્માત સર્જાયાં એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે. ત્યાંના સ્થાનિક લોકોએ કોઈ અજાણ્યા વાહનચાલકને ખાડો ન દેખાય અને અકસ્માત સર્જાય નહીં તેના માટે કાંટાળા બાવળો ખાડા પર મૂકી રાખ્યાં છે. તંત્ર દ્વારા તાત્કાલિક આવા જોખમી ખાડાઓનું કામ કરવામાં આવે એવી વાહનચાલકોમાં માગ ઉઠવા પામી છે.
Tags Banaskantha Deesa Dhanera diyodar tharad