ધાનેરાના રાજોડા ગામે માથે પાઘડી બાંધવા મામલે બે શખ્સો ઉપર જીવલેણ હુમલો
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના રાજોડા ગામમા પણ રવિવારના રોજ રાજપૂત સમાજના યુવકોએ માથે પાઘડી બાંધવા મામલે ચૌધરી સમાજના બે ઈસમો પર જીવલેણ હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કયાર્ હતા. ધાનેરા તાલુકાના રાજોડા ગામમાં ચૌધરી સમાજના લગ્ન પ્રસંગમા લાલા કલરની રજવાડી પાઘડી પહેરી યુવકોએ ફોટો ગામમાં ચાલતા રામેશ્વર નામના વોટ્સ અપ ગ્રુપમા મુક્યો હતો.આ ગ્રુપમાં ગામના તમામ સમાજના યુવકો હતા અને આ પાઘડી બાબતે જાતિ પ્રમાણે અલગ અલગ કોમેન્ટો થઈ હતી. જયારે આ મામલે ગત રવિવારના રોજ રાજોડા ગામની દૂધ મંડળી નજીક સુરેશ ચૌધરી તેમજ કરસન ચૌધરી પર રાજપૂત સમાજના આઠ ઈસમોએ પાઇપ ધારીયા વડે હુમલો કયોર્ હતો. જેમાં ઇજાગ્રસ્ત બન્ને ઈસમોને ખાનગી વાહન દ્વારા ધાનેરાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જોકે માથા ના ભાગે ઇજા ગંભીર થતા વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. ધાનેરા પોલીસ મથકે આઠ જેટલા ઈસમો વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.