દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને 3 પિયત માટે પાણી અપાશે : હાલમાં કેનલોની સફાઈ કામગીરી પુરજોશમાં
સિંચાઈ વિભાગ દ્વારા દાંતીવાડા ડેમમાંથી ખેડૂતોને શિયાળુ સીઝનમાં; પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતાં હાલમાં નહેરોની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં ચાલું સીઝન દરમિયાન ૫૮૪ ફુટ પાણીનુ લેવલ હોવાથી ખેડૂતોને શીયાળુ સિઝનમાં પિયત માટે પાણી આપવાનો નિર્ણય લેવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળે છે.સિંચાઈ વિભાગ દ્વારા પાલનપુર ડીસા પાટણ સિદ્ધપુર સરસ્વતી સહિતના તાલુકાના ખેડૂતોને ડેમ થકી સિંચાઈનો લાભ મળે છે.
ગઢ બ્રાન્ચ કેનાલ સિંચાઈ પીયત મંડળી સંઘના મંત્રી અશોકભાઈ થેભાતે જણાવ્યું હતું કે
ગઢ બ્રાન્ચ કેનાલ મારફતે પાલનપુર સિધ્ધપુર પાટણ અને સરસ્વતી તાલુકાના ખેડૂતોને ત્રણ હજાર હેક્ટર જમીન વિસ્તારમાં પીયત માટે સિંચાઈનો લાભ મળે છે ત્યારે તા ૧૫ નવેમ્બર આસપાસ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે જેમાં કુલ ૩ પિયત રોટેસન નક્કી થયેલ હોવાનું જાણવા મળ્યું છે.