ડીસા માર્કેટયાર્ડમાં મગફળીના ભાવોમાં વધારો થતા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા માર્કેટયાર્ડમાં સોમવારના રોજ ખુલતા બજારે ઉનાળુ મગફળીના ઐતિહાસિક ભાવો બોલાયા છે સામાન્ય રીતે દર વર્ષે મગફળીના 1100 થી 1350 રૂપિયા સુધી મળતા હતા પરંતુ આ વર્ષે અન્ય ધાન્ય પાકોની સાથે મગફળીના પણ ઊંચા ભાવો બોલાતા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે
ડીસા  માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક દિવસોથી પ્રતિદિન 40,000 થી વધુ બોરીની આવક જોવા મળી રહી છે જેમાં સોમવારે પણ 43143 બોરીની આવક સાથે મગફળી નો પ્રતિમણ સર્વોચ્ચ ભાવ 1755 રૂપિયા બોલાયો હતો આ ઉપરાંત જિલ્લાના અન્ય માર્કેટમાં પણ મગફળીના ઊંચા ભાવો બોલાતા ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બજારોમાં મગફળીની મોટી માંગ જોવા મળતા આ વર્ષે મગફળીના પણ ઐતિહાસિક ભાવો બોલાતા ખેડૂત વર્ગમાં આનંદ છવાયો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.