પાલનપુર ના 25 થી વધુ ગામડાઓના ખેડૂતો કલેક્ટર કચેરીએ 25 કિલો મીટર જેટલા બાયપાસ રોડને લઈને ખેડૂતોએ વિરોધ
બાયપાસ રોડને લઈને સરકારની બેવડી નીતિના કર્યા આક્ષેપ, બાયપાસ રોડ નીકળવા માટે ખેડૂતોના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ખેડૂતો ખેતીવિહોણા થઈ જતા હોવાના આક્ષેપ, અમુક જગ્યાએ 100 ફૂટ તો અમુક જગ્યાએ 300 ફૂટ નો રોડ નિકાળી ખેડૂતો સાથે અન્યાય કરાતો હોવાના આક્ષેપ સાથે કર્યા સૂત્રોચાર, 100 થી વધુ ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી બાયપાસ રોડ ની યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી કરી માંગ
બાયપાસ રોડ બનાવવામાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ખેડૂતે ઉચ્ચારી ચીમકી: પાલનપુર હાઇવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જગાણા નજીક થી ખીમાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે જો કે આ બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે .ખેડૂતોનું કહેવું છે કે જે 25 કિલો મીટર નો બાયપાસ રોડ નીકળવામાં આવી રહ્યો છે. તેમાં ઘણી જગ્યાએ 300 ફૂટ નો રોડ નીકળવામાં આવે છે તો ઘણી જગ્યાએ 200 અને 100 ફૂટ નો રોડ નીકળવામાં આવે છે અને જેના કારણે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે.
ખેડૂતોની જમીન કપાતા અમુક ખેડૂતો જમીન વિહોણા તેમજ પાણી નાં બોર નીકળી જતા પાણી વિના ના બની જતા હોય તેવા આક્ષેપ સાથે સરકાર સામે સૂત્રોચ્ચાર કરી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી..તેમજ બાય પાસ રોડ ની કામગીરી સંતોષકારક કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન ની ખેડૂતો એ ચીમકી પણ ઉચ્ચારી હતી