ભર ઉનાળામાં વીજ પુરવઠો ન મળતા ધાખા ના ખેડૂતો ત્રાહિમામ રજુઆત વખતે ખેડુતો અને વીજ અધિકારીઓ વચ્ચે રકજક

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા ના ધાખા ગામે ખેડૂતો  ધાખા ફીડર માંથી લાઈટ ન મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે સતત રજુઆત છતાં કોઈ ઉકેલ ન આવતા ધાખા ૬૬ કેવી સબસ્ટેશન પહોંચી રજુઆત કરી હતી આઠ કલાક ની જગ્યા માત્ર 3 કલાક જ લાઈટ મળતા બાજરી નો પાક સુકાઈ રહ્યો છે આઠ દિવસ થી સતત રજુઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી વારંવાર ફોન કરવા છતાં વીજ અધિકારીઓ ફોન ખેડૂતો ના ઉપાડતા જ નથી એવા આક્ષેપ સાથે ખેડૂતો એ રજુઆત કરતાં વીજ અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ચકમક ઝરી હતી.

કેવાભાઈ પટેલ ખેડૂત એ જણાવ્યું હતું: બીજી તરફ ખેતી માટે પાણી નથી એમાંય પાક ને જરૂર છે એવા સમયે લાઈટ જ નથી  લવારા ફીડર માંથી અંદાજે 40 કરતા વધુ ડીપીઓ નાખતા ધાખા ફીડર ના કનેક્શન ધરાવતા ખેડૂતો ને વીજ પુરવઠો મળવા માં મુશ્કેલી થયા ના આક્ષેપ ખેડૂત કરી રહ્યા છે તડકા માં અડધો કલાક બેસી રહેતા ખેડૂતો ને જોઈ માંડ માંડ રજુઆત અધિકારીઓ સાંભળી હતી. જો આવતી કાલ સુધી કોઈ ઉકેલ ન આવે તો પરિવાર સાથે ધાનેરા જી.ઇ.બી ખાતે ધરણા યોજવાની ચીમકી ખેડૂતો એ આપી હતી.

નીલાભાઈ પટેલ ખેડૂત એ: જણાવેલ કે ખેડૂતો ની વાત સાંભળ્યા બાદ આવતી કાલે લાઈન મેન્ટેન્સ પુરી કરી આઠ કલાક વીજ પુરવઠો આપવાની વાત અધિકારીઓ કરી રહ્યા છે.વીજ ભારણ નો ઇનકાર કરી પોતાની જવાબદારી માંથી હાથ ઊંચા કરતા અધિકારીઓ જોવા મળ્યા હતા ખેડૂતો વારંવાર રજુઆત અને ફોન ન ઉપાડવાની વાત કરતા અધિકારીઓ મૌન ધારણ કર્યું હતું. એક બાજુ પાણી નથી બીજી બાજુ લાઈટ વગર ખેડૂતો નો ગુસ્સો સાતમા આસમાને જોવા મળ્યો હતો.

જી.ઇ.બી અધિકારી એ જણાવેલ કે. ધાખા ગામ ના ખેડૂતો લાઈટ માટે સતત માંગ કરી રહ્યા છે. બાજરી બળી રહી છે પાણી વગર અને અધિકારીઓ લાઈટ બાબતે એકબીજા ને ખો આપી રહ્યા છે. ત્યારે ધાખા ફીડર માંથી ખેડૂતો ને ક્યારે આઠ કલાક લાઈટ મળશે એ કહેવું મુશ્કેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.