પાન્સા ગામે ઘર આગળ જ ચેકડેમ બનાવતા ખેડૂતો મુશ્કેલીમા

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ) અંબાજી, બીજા રાઉન્ડનો વરસાદ શરૂ થયા બાદ અંબાજી સહિત દાતા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદ ક્યાંક આશીર્વાદ રૂપ તો ક્યાંક નડતર રૂપ બની રહ્યો છે. દાંતા તાલુકાના પાન્સા ગામે ખેડૂતોના ઘર આગળ જ ચેકડેમ બનાવી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એટલું જ નહીં લોકોના ઘર તરફ જવાના રસ્તા પણ ચેકડેમમાં પાણી ભરાઈ જવાના કારણે બંધ થઈ ગયા છે.

જોકે અગાઉના ચેકડેમ સામેની બાજુબાંધેલો હતો પણ તે ચેક ડેમ તૂટી જતાં આ વખતે વહીવટી તંત્ર દ્વારા આ ચેકડેમ અને રસ્તાને આ બાજુ બાંધી દેતા ઘર અને ખેતર તરફ જવાનો રસ્તો સંપૂર્ણપણે પાણીના કારણે બંધ થઈ ગયો છ. જોકે આ સમગ્ર મામલે આદિવાસી ખેડૂતો અને આદિવાસી રહેવાસી લોકોએ વાત કરવા છતાં કોઈ પણ જાતનો પરિણામ મળવા પામેલ નથી ચાલતો બકા ખેડૂતો આ ભરેલા પાણીના પગલે ચાલુ વર્ષે ખેતી પણ કરી શક્યા નથી. ત્યાંથી ટ્રેક્ટર પસાર થઇ શકે તે હાલના તબક્કે ઊંડા પાણી ભરાઇ જવાથી ખેતરો ખેતરમાં લઇ જઇ શકતા ખેતીવાડી કરી શકાય નથી.

જેને લઇને પણ ખેડૂતોમાંરોષ જોવા મલી રહ્યો એટલું જ નહીં બાળકોને શાળાએ મુકવા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે. હાલના તબક્કે આદિવાસી લોકો ચેકડેમની પાળી ઉપરથી ચાલીને ભારે જોખમ સાથે રસ્તો પાર કરવો પડે છે હાલ તબક્કે આદિવાસી ખેડૂતો અને આદિવાસી લોકો પુલ બનાવી આપવા કે પછી ચેકડેમ તોડી સીધો રસ્તો કરી આપવાની માંગ કરી રહ્યા છે આ સમગ્ર મામલે દાતા તાલુકાના અધિકારીઓની પુછતા કોઇપણ જાતનો પ્રત્યુત્તર કર્યો ન હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.