બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન જળાશયોમાં માત્ર ૫૦ ટકા પાણીને લઈ ખેડૂત વર્ગમાં ચિંતા નો માહોલ
બનાસકાંઠામાં ચોમાસુ પૂર્ણ થવા છતાં દાંતીવાડા જળાશયમા ૪૯,સીપુ ૧૧.૫ અને મુકેશ્વર ડેમમાં માત્ર ૫૬ ટકા પાણી નો જળસંગ્રહ થયો
દાંતીવાડા અને મુકેશ્વર ડેમમાંથી શિયાળુ વાવેતરમાં પિયત માટે ચાર પાણી અપાશે ; સુત્રો
જળાશયોમાં નહિવત પાણીને લઈ રવી પાક અને પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ થવાના એંધાણ
બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે ખેતી અને પશુ પાલન નો વ્યવસાય ધરાવે છે. જિલ્લાના ખેડૂતો દ્વારા દરેક સીઝનમાં લાખો હેકટર જમીન વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવે છ. જેમાં કેટલાક વિસ્તારોના વાવેતરને દાંતીવાડા, સીપુ અને મુકેશ્વર જળાશય માંથી પિયતનું પાણી આપવામાં આવે છે. રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ પડે તો આ ત્રણેય ડેમ છલકાય છે. પરંતુ ચાલુ વર્ષે ઉપરવાસમાં ઓછો વરસાદ થવાથી આ ત્રણેય જળાશયમાં નહિવત પ્રમાણમાં પાણીની આવક થવાથી જળ સંગ્રહ અધૂરો રહેવા પામ્યો છે.
જેમાં સીપુ ડેમમાં હાલમાં માત્ર ૧૧.૦૫ ટકા, દાંતીવાડા ડેમમાં ૪૯ ટકા અને મુકેશ્વર ૫૬ ટકા જળ સંગ્રહ થયો છે. જેને લઈ સીપુ ડેમમાંથી સિંચાઈનું પાણી આપી શકે તેવી સ્થિતિ નથી. જ્યારે દાંતીવાડા અને મુકેશ્વર ડેમ માંથી શિયાળુ વાવેતરને ચાર વખત પિયતનું પાણી આપી શકાશે દાંતીવાડા ડેમ માંથી પીવાનું પાણી પણ આપવામાં આવે છે જેમાં દોઢ વર્ષ સુધી પીવાનું પાણી આપી શકાય તેમ છે. મુકેશ્વર અને દાંતીવાડા ડેમ માં ને અપૂરતા જળ સંગ્રહ થી શિયાળુ વાવેતર બાદ ઉનાળુ વાવેતરને પિયતનું પાણી નહિ મળી શકે જેને લઈ ખેડૂતોને ઉનાળુ વાવેતર કરવું મુશ્કેલ બની રહેશે.
મુકેશ્વર ડેમમાંથી ૧૩ ગામોને સિંચાઈનું પાણી મળે છે: વડગામ તાલુકામાં આવેલ મુકેશ્વર ડેમ કુલ સપાટી ૨૯૫ મીટર છે. જેની હાલની જળ સપાટી ૧.૯૮ મીટર સાથે ડેમમાં ૫૬ ટકા જળ સંગ્રહ છે. આ ડેમ માંથી વડગામના સાત અને ખેરાલુ તાલુકાના છ ગામ મળી ૧૩ ગામની ૬૦૦ હેકટર જમીનમાં સિંચાઈનું પાણી આપવામાં આવે છે. જેમાં આગામી શિયાળુ વાવેતર માટે ચાર વખત પાણી આપવામાં આવી શકે છે.
દાંતીવાડા ડેમમાં ૧૦૦ ગામને સિંચાઇનું પાણી મળે છે : દાંતીવાડા ડેમમાંથી કેનાલ મારફતે બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાના ૬૧ અને પાટણ જિલ્લાના બે તાલુકાના ૪૯ ગામ મળી બે જિલ્લાના ૧૦૦ ગામની ૧૬ હજાર હેકટર જમીનમાં સિંચાઇનું,તેમજ પાલનપુર, દાંતીવાડા અને ડીસાના ૮૭ ગામોમાં પીવાનું પાણી આપવામાં આવે છે.
પાટણ વિસ્તાર માં હવે નર્મદા મૈયા નું પાણી આવી શકે છે : જીલ્લા ના ખેડૂતો આ અંગે કેટલાક જિલ્લાના કેટલાક ખેડૂતોએ કહ્યું હતું કે દાંતીવાડા ડેમનું પાણી સિંચાઈ માટે મોટાભાગના પાટણ જિલ્લાના ગામડાઓનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ હવે તે વિસ્તારમાં નર્મદા નું પાણી પણ આવી શકે છે ત્યારે જો દાંતીવાડા ડેમનું પાણી ડીસા દાંતીવાડા અને ધાનેરા તાલુકાના ખેડૂતોને આપવા ની વ્યવસ્થા કરવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને શિયાળુ અને ઉનાળુ સીઝન માટે પાણી મળી શકે તેમ છે.