ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામમાં વરસાદ સાથે ફુંકાયેલા વાવાઝોડાના કારણે વ્યાપક નુકસાન
રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામે શુક્રવારે સાંજે ફુંકાયેલા વાવાઝોડા અને વરસાદના કારણે ગામ અને ખેતરમાં ભારે નુકસાન થવા પામ્યું છે. શુક્રવારે સાંજે ધાનેરા શહેર ઉપરાંત રાજસ્થાનની સરહદ પર આવેલા ગામોમાં ભારે વાવાઝોડું આવ્યું હતું. ચારેકોર પવન સાથે વરસાદ આવતા ખેડૂતો તેમજ પશુપાલકોને વ્યાપક નુકસાન થયું હતું. ખેતરમાં બનાવેલ પશુઓ માટેના સેડ ઉડી ગયા હતા.પવન ચારે કોરથી આવતા સેડના પતરા ઉડીને એક કીલો મીટરના અંતરે પડ્યા હતા. આનાપુર ગઢ ગામે ઘર મકાન, દુકાન ઉપરના પતરા નાળિયા ઉડી ગયા હતા. ઠેર ઠેર વૃક્ષો પણ ભારે પવનના કારણે ધરશાઈ થયા હતા તેમજ વિજઉપકરણોને પણ ભારે નુકસાન થયું છે. કેટલીક જગ્યાએ વીજ થાંભલા પડતા વીજળી પણ ગુલ થઈ ગઈ છે. જાકે, સ્થાનિક તલાટી અને સરપંચ દ્વારા ગામમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે.
Tags Banaskantha Dhanera