વાવના બિયોકના પાટીયા પાસે સ્કોર્પિયો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ.

બનાસકાંઠા
બનાસકાંઠા

ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપરથી દારૂની હેરાફેરીના કિસ્સામાં વધારો થયો.
જીલ્લા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી એચ.પી.પરમાર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી.દેસાઈના માર્ગદર્શન મુજબ તેમની ટીમ દિયોદર.પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે થરાદ તરફથી એક સ્કોર્પિયો ગાડી નં.જીજે.૦૮.બીએફ. ૯૮૩૨માં વિદેશી દારૂ ભરી આવે છે જે બાતમી હકીકત આધારે કોતરવાડા કેનાલ પાસે વોચમાં હતા.દરમ્યાન હકિકતવાળી ગાડી આવતા ઊભી રાખવાનો પ્રયત્ન કરતાં કોતરવાડાથી પીછો કરતા ગાડી પાછી વળી થરાદ તરફ જતા બિયોકના પાટીયા પાસે રોડની સાઈડમાં ગાડી ઊભી રાખી. અજેશીભાઈ પટેલ રહે.ગણેશપુરા તા.થરાદ તથા તેની સાથેનો બીજાે ઈસમ બાવળની ઝાડીમાં ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીમાં વિદેશી દારૂ/બિયર બોટલ નંગ-૨૯૩૭ કિ.રૂ.૩,૦૦,૪૨૦ તથા સ્કોર્પિયો ગાડી કી.રૂ ૧૨,૦૦,૦૦૦ સાથે એમ કુલ કિ.રૂ.૧૫,૦૦,૪૨૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગાડી ચાલક તેમજ અન્ય ઈસમ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ વાવ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.