ડીસામાં કુવામાંથી મળેલી બે લાશ મામલે ખુલાસો: હત્યા થઈ હોવાનું બહાર આવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : ડીસામાં બે દિવસ અગાઉ મળી આવેલ બે લાશ બાબતે પોલીસ એ તપાસ દરમ્યાન હત્યા થઈ હોવાનું બહાર આવ્યું છે જેથી પોલીસ બે હત્યાનો ગુન્હો નોંધી શકમંદ ત્રણ ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા ના થરાદ ના જમડાં ગામનો રણછોડ ઠાકોર અને રાધનપુર ના સીનાડ ગામનો રણજીત ઠાકોર બન્ને થરાદ ખરીદી કરવા જતાં ૩૧ મેં ના રોજ ગુમ થયા હતા.અને જે બાબતે થરાદ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી કે બાદ થરાદ પોલીસએ તપાસ હાથ ધરતા મૃતક બન્ને યુવકોનું મોબાઈલ લોકેશન ડીસા ભોપાનગર

આવતા પોલીસ એ ભોપાનગર તપાસ હાથ ધરેલ જે બાદ ગત તા ૨૪ જૂન ના રોજ અચાનક મોબાઈલ ચાલુ થતા ફરી મોબાઈલ લોકેશન ડીસા ભોપાનગર આવેલ જેથી ડીસા ડી વાય એસ પી ડો કુસલ ઓજા અને ડીસા દક્ષિણ પી આઈ બી વી પટેલ દ્વારા લોકેશન ના આધારે તપાસ હાથ ધરતા બન્ને યુવકોની લાશ ભોપાનગર પાસે અવાવરુ કૂવામાં હોવાનું માલુમ પડેલ જેથી પોલીસ એ તપાસ હાથ ધરી પાલિકા ની મદદ લઇ બન્ને યુવકોની લાશ બહાર કાઢી પ્રથમ પોલીસ એ અકસ્માત નો ગુન્હો દાખલ કરેલ જોકે બાદમાં પોલીસ ને શંકા જતા સઘન તપાસ દરમ્યાન આ બન્ને યુવકોની હત્યા થઈ હોવાનું બહાર આવેલ અને જેમાં ત્રણ શકમંદ ઈસમો જેમાં ડીસા ભોપાનગર ના વિકી મનુજી ઠાકોર,હાર્દિક ઉર્ફે લાલો યાદવ અને એક સગીર યુવક ની અટકાયત કરી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. આ બાબતે ડીસા ડીવાયએસપી ડો કુસલ ઓઝા એ જણાવ્યું હતું કે બન્ને યુવકો ની લાશ મળ્યા બાદ તપાસ હાથ ધરતા બન્ને યુવકોની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે જોકે હત્યા કેમ કરી જે બાબત રિમાન્ડ દરમ્યાન બહાર આવશે. ડીસા દક્ષિણ પોલીસ અને ડીસા ડીવાયએસપી ના સઘન પ્રયત્નો થી ગણતરી ની કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઇ જવા પામ્યો છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.