ડીસા તાલુકાના કંસારી ગ્રામ પંચાયતમાં કામગીરીની ઓચિંતી તપાસ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ઘણા સમયથી અનેક જગ્યાએ કૌભાંડની ફરિયાદો ઉઠી છે.જેને પગલે જિલ્લા વિકાસ અધિકારી પણ સક્રિયતા દાખવી ફરિયાદોને પગલે ઓચિંતી બનાસકાંઠા વિસ્તારમાં તપાસ કરી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે ડીસા તાલુકા વિકાસ અધિકારી રુબી રાજપુત સહિતની ટીમ સાથે કંસારી ગામ પંચાયત ખાતે પહોંચ્યા કંસારી ગ્રામ પંચાયત ખાતે જીલ્લા વિકાસ અધિકારીશ્રી શ્રી સ્વપ્નીલ ખરે અને તાલુકા વિકાસ અધિકારી રુબીશિહ રાજપુત સાહેબ વિસ્તરણ અધિકારી ફાલ્ગુનભાઈ ચૌધરી એ મુલાકાત લીધી એ દરમ્યાન ઉપસ્થિત ગામના સરપંચ ચંપાબેન ઠાકરજી દેવડા ,ડેપ્યુટી સરપંચ ખેંગારભાઈ પટેલ , તલાટી કમ મંત્રી રાગીણીબેન પટેલ અને પંચાયત ના સભ્ય ઓ હાજર રહ્યા સાહેબ દ્વારા દરેક વિકાસ ના કામો નિહાળ્યા તેમજ સબ સેન્ટર ગામ નુ સ્મશાન ભુમિ ની મુલાકાત લીધી અને કંસારી ગામમાં વધું વિકાસ થાય એવું આયોજન કરાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.