પાલનપુરના હરીપુરા વિસ્તારમાં ચાર માસથી બિસ્માર બનેલા રોડના કારણે હાલાકી

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના હરીપુરા વિસ્તારમાં બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકોને ખુબ હાલાકી પડી રહી છે. છેલ્લા 4 મહિનાથી રોડ રસ્તા ખખડધજ બન્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા અંતે મહિલાઓની ધીરજ ખુટી હતી. આજે વિસ્તારની મહિલાઓ રોડ ઉપર ઉતરી હતી અને પાલિકાના કોર્પોરેટરો અને સત્તાધીશો સામે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર રજૂઆત કરવા છતાં રોડ રીપેર ન કરાવતા અથવા નવો ન બનાવતા મહિલાઓ રોડ પર ઉતરવા મજબૂર બની હતી.પાલનપુરના હરીપુરા વિસ્તારમાં મહિલાઓએ રોડ રસ્તા મુદ્દે નગરપાલિકા હાય હાયના નારા લગાવ્યા હતા. નગરપાલિકાના સત્તાધીશો સ્થાનિક લોકોની રજૂઆત ન સાંભળતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા ચાર માસથી હરીપુરા વિસ્તારમાં તૂટી ગયેલા રોડ અને ખાડાઓના કારણે સ્થાનિક લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, રોડ ઉપર ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધો પડી જવાથી તેમને ઈજાઓ પણ પહોંચી હતી. છેલ્લા ચાર માસમાં અનેક વખત રજૂઆત કરવા છતાં રોડનું રીપેરીંગ કરવામાં અથવા નવો બનાવવામાં ન આવતા આખરે કંટાળેલી મહિલાઓ એકત્ર થઈ રોડ પર ઉતરવા મજબૂર બની છે. આજે રોડ ઉપર ચક્કાજામ કરી રજૂઆત કરી છે, પરંતુ અગામી સમયમાં રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો મહિલાઓ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.