અમીરગઢમાં બે માસથી નળમાં ગંદુ પાણી આવતા રહિશોમાં રોષ

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ મકરાણીવાસમાં બે માસથી ગંદુ અને દુર્ગંધ મારતું પાણી આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પાણી મામલે રહિશો પંચાયતમાં ઘસી આવ્યાં હતા અને સુત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો. જોકે, સરપંચે દસેક દિવસમાં પ્રશ્ન હલ કરવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો.અમીરગઢમાં છેલ્લા બે માસથી ઘરોના નળમાં ગંદુ દુષિત પાણી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે લોકો પંચાયતમાં ઘસી આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ પંચાયતમાં ગંદા પાણી સાથે આવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. અમીરગઢના મકરાણી વાસમાં છેલ્લા બે મહિનાથી પાણીના નળમાં ગટર જેવી દુર્ગંધ મારતું પાણી આવતા આ સમય દરમિયાન પંચાયતમાં અસંખ્ય રજૂઆતો કરેલ હોઈ કોઈ પગલાં ન લેવાતા તાલુકા પંચાયતમાં પણ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું ન હતું.

ગંદા પાણીથી કોઈ રોગચાળો ફાટી નીકળવાના ભયથી કંટાળી અંતે મકરાણી વાસના મહિલાઓ સહીત મોટી સંખ્યામાં લોકો પંચાયતમાં પોતાને મળતું ગંદુ પાણી લઇ આવ્યાં હતા જોકે, સરપંચે દસેક દિવસમાં પ્રશ્ન હાલ કરવાનું કહેતા મામલો થાળે પડ્યો હતો. મહિલા સરપંચના આશ્વાશનથી લોકો શાંત થઇ પરત ફર્યા હતા પરંતુ આગામી દિવસમાં પાણીના પ્રશ્નનો નિકાલ નહીં આવે તો ફરીવાર પ્રદશન કરવાની ચીમકીઓ આપી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.