બનાસકાંઠામાં ચૂંટણી કોના માટે ‘અઘરી’ સાબિત થશે

બનાસકાંઠા
બનાસકાંઠા

ર૦રર ની વિધાનસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ગુજરાતના અને દેશના રાજકારણમાં જેનુ મહત્વનું સ્થાન છે. તેવા ઉત્તર ગુજરાતના પાંચ જીલ્લાઓમાં રાજકીય વર્તુળોમાં અવનવા દાવપેચો શરૂ થઈ ગયા છે. ઘણા બધા આંદોલનોથી ઘેરાયેલી ભાજપ સરકાર માંડ માંડ તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે અને સાથે સાથે ચુંટણીની તૈયારીઓમાં પણ લાગી ગઈ છે. જ્યારે સૌથી જુની કોંગ્રેસ પાર્ટી પોતાનું અસ્તીત્વ ટકાવવા મરણીયા પ્રયાસો કરી રહી છે. જ્યારે બંન્ને પરંપરાગત હરીફોની ઉંઘ ઉડાડવા દિલ્હી થી આમ આદમી પાર્ટી સીધીજ વિમાન દ્ધારા ગુજરાતની ધરતી ઉપર ઉતરી પડી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો રાજકીય પારાશીશી સમાન છે. બનાસકાંઠાએ અગાઉની ચુંટણીઓમાં ઘણી વાર અણધાર્યા પરીણામો આપ્યા છે. ત્યારે ર૦રરમાં પણ બનાસવાસીઓ રાજકારણમાં ઉથલ પાથલ મચાવવા માટે થનગનાટ કરી રહ્યાં છે. ચૌધરી સમાજે આંદોલન થકી રાજકીય પક્ષો પર પોતાની છાપ પાડવાના પ્રયત્નો કર્યા છે. પરંતુ કદાચ એવુ બને કે આ આંદોલનના કારણે સમાજના રહ્યા સહ્યા પ્રતિનિધિત્વને પણ નુકશાન પહોંચે તો નવાઈ નહી માત્ર ચુંટણી લક્ષી સ્થપાયેલા સંગઠનો પોતાના સમાજને જ નુકશાન કરતા હોય છે. આવી જ ઘટના અગાઉ ઠાકોર સમાજ તેમજ પાટીદાર સમાજ સાથે પણ બની હતી, માટે સમજુ અને અભ્યાસુ ચૌધરી સમાજ આ બાબતોમાંથી બહાર આવે તે જરૂરી છે.
બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમય મા ભાજપા ર૦૦૭ ની વિધાનસભા ચુંટણી જેવો અખતરો કરી દરેક સમાજને પ્રતીનીધીત્વ આપી સામાજીક ગુલદસ્તો બનાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જ્યારે સામા પક્ષે કોંગ્રેસ સિટિગ ધારા સભ્યો ના સહારે ર૦રર ની ચુંટણીની વૈતરણી પાર કરવા મથામણ કરી રહી છે, પરંતુ કેન્દ્ર કક્ષાથી છેક નીચેના કાર્યકર્તા સુધી જુથવાદમાં ફસાયેલી પાર્ટી કેવુ પરીણામ લાવી શકે છે ? તે જાેવુ રહ્યું. આવનારી વિધાનસભાની ચુંટણી જિલ્લાના કેટલાય આગેવાનોના અને નવા ઉભરતા કાર્યકરોના ભવિષ્ય નક્કી કરવાની હોઈ અત્યારથી જ આવા નેતાઓ અને કાર્યકરો ગેલમા આવી ગયા છે. ભાજપા કાયમી નવા નવા નુસ્ખાઓ આજમાવવા માટે જાણીતી છે. જ્યારે સામા પક્ષે કોંગ્રેસ પણ એજ રસ્તે જવાની હોય તેવુ પ્રસ્થાપીત કરી રહી છે. વળી વચ્ચે કુદેલી આમ આદમી પાર્ટી પણ બન્ને પરંપરાગત હરીફ પક્ષોને નફો નુક્શાન કરાવવા ધમપછાડા કરી રહી છે. પણ ગુજરાતના રાજકારણમાં આજ સુધી ક્યારે પણ ત્રીજાે પક્ષ ફાવ્યો નથી ત્યારે દિલ્હી અને પંજાબના જાેરે આમ આદમી કેટલુ કાઠુ કાઢી શકે છે ? તે પણ જાેવુ રહ્યું.

આ પાછું નવું લાવ્યા હો, નરેન્દ્ર મોદીએ મારી પીઠ થાબડતા મારી ટીકીટ તો….!
અંબાજીના કાર્યક્રમ દરમ્યાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણની પીઠ થાબડતા આ ઠાકોર નેતા ગેલમાં આવી ગયા છે, અને જિલ્લામાં બ્યુગલ વગાડતા ફરે છે, કે હવે મને ર૦રર માં કોઈ રોકી શકશે નહી. જિલ્લામાં અન્ય પણ કેટલાક નેતાઓ પોતાના ગોડફાધર અને પ્રદેશ કક્ષાના નેતાઓના સહારે ર૦રર ની વૈતરણી પાર કરવાના અભરખા સેવી રહ્યા છે. પરંતુ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી ના આવા સ્વપ્નસેવી નેતાઓને રાજકીય પક્ષો જમીન પર લાવી દેવાના મુડમાં હોય તેવુ જણાઈ રહ્યું છે. આમ પણ પ્રદેશ કે રાજ્ય કક્ષાના નેતાઓ માત્ર ઉમેદવાર પસંદગીમાં મદદ કરી શકે છે. નહી કે ચુંટણી જીતાડવામાં. માટે આવા સ્વપ્ન સેવીઓએ જાતેજ પોતાની મર્યાદા સમજી જવી જાેઈએ.

ર૦૦૭ની ચૂંટણી જેવી ભૂલ રિપીટ થશે તો પરિણામ…
બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં ભાજપ ગત ર૦૦૭ ની વિધાનસભા ચુંટણી જેવો અખતરો કરી દરેક સમાજને પ્રતિનિધિત્વ આપી સામાજીક ગુલદસ્તો બનાવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જ્યારે સામા પક્ષે કોંગ્રેસ સીટીંગ ધારાસભ્યોના સહારે ર૦રરની
ચુંટણીની વૈતરણી પાર કરવા મથામણ કરી રહી છે, પરંતુ કેન્દ્ર કક્ષાથી લઇ છેક સ્થાનિક કાર્યકર્તા સુધી જુથવાદમાં ફસાયેલી પાર્ટી કેવુ પરીણામ લાવી શકે છે ? તે જાેવુ રહ્યું.

ટીકીટ વાચ્છુંઓ અવનવા પેંતરા સાથે લાઈનમાં લાગ્યા
ચુંટણી નજીક આવતા રોજ રોજ નવા નવા દાવપેચો ખેલાઈ રહ્યા છે. કેટલાક નેતાઓ પોતાના ગોડફાધરને રીઝવવામાં વ્યસ્ત છે, તો વળી કેટલાક પ્રદેશ ભાજપના કાર્યાલયોમાં આંટાફેરા મારી રાજ્યના સ્થાનીક રાજકારણનીઓને મનાવવામાં વ્યસ્ત છે, તો વળી કેટલાક ચુંટણી આવતા પરપોટાની જેમ નવા નવા ઝભ્ભાઓ સીવડાવીને ફુટી નીકળ્યા છે. પરંતુ તમામ રાજકીય પક્ષો આ ચુંટણીમાં પરીણામ લાવવા મરણીયો પ્રયાસ કરવાના હોઈ જેનુ કામ બોલતુ હશે તેમજ જે ૧૦૦ % જીતી શકે તેવા હોય તે ઉમેદવારો પર જ પસંદગીની મહોર મારશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.