એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી જાહેર, 19 ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા યોજાશે

ગુજરાત
ગુજરાત

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી જાહેર થઇ છે. 19 ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા યોજાશે.
બનાસ ડેરીની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો છવાઈ જવા પામ્યો છે. જે માટે 22 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ભરી શકાશે. 30 સપ્ટેમ્બરએ ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. 1 ઓક્ટોબરએ માન્ય ઉમદેવારી પત્રોની યાદી જાહેર થશે. 8 ઓક્ટોબરએ ઉમેદવાર પોતાની ઉમેદવારી પત્ર પરત ખેંચી શકશે. 9 ઓક્ટોબરએ ઉમેદવારોને પ્રતીક ફાળવણી કરાશે. 19 ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને 20 ઓક્ટોબર મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે. આજે ચૂંટણી અધિકારી એફ.એ.બાબીએ ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.