થરાદ માર્કેટ યાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી : સ્માર્થકોમાં ખુશીનો માહોલ
થરાદ માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરાઈ છે. જેમાં ચેરમેન તરીકે શૈલેષભાઇ પટેલની બિનહરીફ સર્વાનુમતે વરણી કરાઈ હતી અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ ચૌહાણની વરણી કરાતા ખેડૂતો અને તેમના સ્માર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહી છે.
બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી માર્કેટયાર્ડમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. જેમાં ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે કિરણસિંહ ચૌહાણની સર્વનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષભાઈ પટેલની વરણી કરતા તેમના સમર્થકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. થરાદ માર્કેટ યાર્ડના ચેરમેનનું સુકાન સાંસદ પરબતભાઈ બાદ હવે તેમના પુત્ર શૈલેષભાઈ પટેલના હાથમાં આવ્યું છે ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ સર્વનામતે વરણી કરાતા શૈલેષભાઈ પટેલ અને કરણસિંહ ચૌહાણ એ તમામ લોકોનો આભાર માન્યો હતો.