ભાજપ – કોંગ્રેસ સહિત અપક્ષના 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ નિર્ધારીત

બનાસકાંઠા
બનાસકાંઠા

રાજ્યની હાઈ પ્રોફાઈલ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં 5 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લેતાં અપેક્ષા મુજબ ભાજપ- કોંગ્રેસ સહિત 10 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ ખેલાશે. ભાજપમાંથી બળવો કરી અપક્ષ તરીકે ફોર્મ ભરનાર માવજીભાઈ પટેલને મનાવી લેવા માટે ભરચક પ્રયાસો કરાયા હતા, પરંતુ તેઓ ટસના મસ થયા નહતા.બીજી તરફ ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભૂરાજી ઠાકોરને આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સમજાવવામાં ભાજપના નેતાઓ સફળ રહ્યા હતા.તેથી તેઓ સહિત કુલ 5 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા હતા.તેથી ત્રિપંખીયો જંગ નિર્ધારિત થતા ‘રખેવાળ’ વધુ એકવાર જિલ્લાની રાજકીય નાડ પારખવામાં અગ્રેસર રહ્યું છે. કારણ ‘રખેવાળે’ અગાઉથી જ ત્રિપાંખીયા જંગના વિસ્તૃત અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા.

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં સમાજના સમર્થનથી માવજીભાઈ પટેલે ઉમેદવારી યથાવત્ રાખતાં હવે ઠાકોર, રાજપૂત અને ચૌધરી ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે તે પણ નક્કી છે, કારણ કે માવજીભાઈ ભૂતકાળમાં જે ચૂંટણી લડ્યા છે એમાં હાર્યા હોય કે જીત્યા હોય, પરંતુ નોંધપાત્ર 32.72 ટકા મત મેળવવામાં સફળ રહી કિંગમેકર સાબિત થયા છે.

અપક્ષ તરીકે ઉમેદવારી કરનારા જામાભાઈ ચૌધરી, ભૂરાજી ઠાકોર, ગોવિંદરામ ગામોટ, ચમનભાઈ પીરાભાઈ સોલંકી અને કલાલ નાગરજીભાઈએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત અપક્ષના કુલ 10 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.આ સાથે ઉમેદવારોને લઈ ચાલતી અટકળોનો અંત આવ્યો છે.પણ હવે ચૂંટણી રસક્સીભરી બની જતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

પેટાચૂંટણીના 10 ઉમેદવાર

ગુલાબસિંહ રાજપુત – કોંગ્રેસ

સ્વરૂપજી ઠાકોર – ભાજપ

ચેતનકુમાર ઓઝા – ભારતીય જન પરિષદ

જયેન્દ્ર રાઠોડ – અપક્ષ

માવજીભાઈ પટેલ – અપક્ષ

મનોજ પરમાર – અપક્ષ

માધુ નિરૂપાબેન – અપક્ષ

રાઠોડ મંજુબેન – અપક્ષ

ઠાકોર લક્ષ્મીબેન – અપક્ષ

હરિજન વિક્રમભાઈ – અપક્ષ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.