ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમ.જે.દવેએ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) સેન્ટરની મુલાકાત લીધી

બનાસકાંઠા
બનાસકાંઠા

પ્રિન્ટ/ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર રાઉન્ડ ધ કલોક નજર રાખતી MCMC કમિટીની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો

લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ કમિટીના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે એ આજે જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે કાર્યરત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી (MCMC) અને મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. MCMC ના નોડલ ઓફિસર અને નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે MCMC સેન્ટરની સમગ્ર કામગીરીથી વાકેફ કર્યા હતા.

ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમ.જે.દવેએ MCMC સેન્ટર ખાતે સેટેલાઈટ ચેનલોના ન્યુઝ મોનિટરીંગ અને પ્રિન્ટ મીડિયાની રાઉન્ડ ધ કલોક કામગીરી અને વ્યવસ્થાની જાણકારી મેળવી ઉપયોગી સૂચનો કર્યા હતા. ચૂંટણી આચાર સંહિતાના અમલીકરણ બાદ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા બનાસકાંઠા મતદાર વિસ્તારને લગતા આચારસંહિતા ભંગ અંગેના સમાચાર, જાહેરાત અને પેઇડ ન્યુઝ અંગેની વિગતો માટેના રજીસ્ટર અને લાઈવ કામગીરી નિહાળી ખર્ચના નોડલ ઓફિસરએમ.જે.દવેએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ચૂંટણી ખર્ચના નોડલ ઓફિસર એમ.જે.દવેની મુલાકાત પ્રસંગે જિલ્લા માહિતી કચેરીનો તમામ સ્ટાફ અને MCMC કમિટિમાં કામગીરી કરતા શિક્ષકમિત્રોનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.