પાલનપુરમાં જુગાર રમતાં આઠ શખ્સો ઝડપાયા: પોલીસે રૂ.12,100નો મુદ્દામાલ કબ્જે લીધો

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ગોબરીરોડ સ્કુલની સામે આવેલા મકાનની ઓસરીમાં જુગાર રમતાં આઠ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડા રૂ. 12100 કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર પૂર્વ પોલીસ મથકની ટીમે ગોબરી રોડ સ્કુલની સામે મકાનની ઓસરીમાં રેડ કરી હતી. જ્યાં જુગાર રમતાં ગોબરીરોડ વિસ્તારનો વિઠ્ઠલભાઇ દેવાભાઇ સોલંકી, કાંતિલાલ મગનલાલ સોલંકી, વાવના ખિમાણાવાસનો હાલ ગોબરીરોડ વિસ્તારનો જેઠાભાઇ ગજાભાઇ પરમાર, પાલનપુર ગઠામણ ગેટનો સુરેશ ભાઇ ધર્માભાઇ પરમાર, ગોબરી રોડનો બાબુભાઇ વિઠ્ઠલભાઇ સોલંકી, રાજુભાઇ નાનજીભાઇ સોલંકી, ગૌતમભાઇ બાબુભાઇ પરમાર અને મનસુખભાઇ બાબુભાઇ પરમારને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રોકડ રૂપિયા 12100 સહિત જુગાર રમવાનું સાહિત્ય કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.