પાલનપુરમાં આઠ લાઈબ્રેરી હાલ પુરતી બંધ : હોસ્પિટલોને તાકીદ કરાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

હોસ્પિટલોમાં ફાયરની સુવિધા હતી પરંતુ કાર્યરત ન હતી: પાલનપુર નગરપાલિકા દ્વારા બીજા દિવસે પણ ફાયર સેફટી મુદ્દે ગઠામણ દરવાજા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં‌ 8 જેટલી લાઇબ્રેરીઓ ફાયર સેફ્ટીના અભાવે હાલ પૂરતી બંધ કરવા સૂચના અપાઇ હતી. તેમજ ત્રણ હોસ્પિટલોમાં ફાયર સેફટીની સિસ્ટમ લાગેલી હતી પરંતુ કાર્યરત ન હોવાથી તેને પણ કાર્યરત કરવા તાકીદ કરવામાં આવી છે.

રાજકોટ ગેમ ઝોન આગ હોનારતના પગલે પાલનપુર નગરપાલિકા દ્વારા ગતરોજ ત્રણ  મોલ અને ટ્યુશન ક્લાસીસ સીલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે પણ નગરપાલિકા ફાયર વિભાગ અને નગરપાલિકા ની ટીમ દ્વારા ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલ શોપિંગ સેન્ટર માં ચેકિંગ હાથ ધરી આઠ જેટલી લાઇબ્રેરીઓ કે જેની પાસે ફાયર સિસ્ટમની વ્યવસ્થા ન હોય તેવી લાઇબ્રેરીઓને બંધ કરાવવામાં આવી હતી. અને ફાયર સિસ્ટમ ઊભી કર્યા બાદ જ ચાલુ કરવા સૂચના આપવામાં આવી હતી.

જ્યારે ત્રણ હોસ્પિટલ માં ચેકિંગ કરતા તેમાં ફાયર સેફ્ટી તેમજ એનઓસી જોવા મળી હતી પરંતુ કાર્યરત ન હતી. જેથી તેમને પણ નોટિસ આપી પોતાની ફાયર સિસ્ટમ કાર્યરત કરવા તાકીદ કરવામાં આવી છે. આગામી દિવસોમાં જો ફાયર સિસ્ટમ કાર્યરત નહીં થાય તો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પાલિકાના ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.