![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/01-57.jpg)
ભાભર તાલુકાના કરેલા ગામની કસ્તુરબા કન્યા હોસ્ટેલમાં શિક્ષણ કાર્ય બંધ
ભાભર તાલુકાના કારેલા મુકામે ચાલતી કસ્તુર બા કન્યા હોસ્ટેલમાં અંદાજે 200 દીકરી રહે છે. અને અભ્યાસ કરે છે. જેમાં 90 થી વધારે છોકરીઓ ધોરણ 6 થી 8 અભ્યાસ કરી હોસ્ટેલમાં રહે છે. પરંતુ સરકાર દ્વારા કસ્તુર બા હોસ્ટેલમાં ચાલતી 6 થી8 ધોરણની શાળા મર્જ કરી નજીકની શાળાએ અભ્યાસ કરવાનો નિર્ણય કરાયો છે.
જેના પગલે ગતરોજ વાલીઓની મીટીંગ યોજાઇ હતી. જેમાં પોતાની દીકરીઓને બહાર અન્ય સ્કૂલમાં અભ્યાસ માટે ન મુકવા નિર્ણય લીધો હતો. અને 23 વાલીઓને દીકરીઓના એલ. સી. કઢાવી લીધા હતા.બીજી બાજુકસ્તુરબા હોસ્ટેલમાં બંધ દરવાજે વાલીઓ જોડે મીટીંગ કરવામાં આવી હતી. મામલો મિડીયામાં ન આવે તે માટે પત્રકારોને પણ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.