અંબાજી મંદિર પરીસર માં દુર્ગાષ્ટમી નો હવન દાંતા રાજ્ય વખત નાં રાજવી પરીવાર દ્વારા કરવામાં આવે છે.
આજે દુર્ગાષ્ટમી નાં પગલેં યાત્રાધામ અંબાજી ખાતે યાત્રીકો ની ભારે ભીડ જોવા મળી હતી અને તેમાં પણ ખાસ કરી ને રાજવી પરીવાર ની કુળદેવી માં દુર્ગાની અષ્ટમી હોય ને જ્યા માં અંબાનાં પરીસર માં દુર્ગાષ્ટમી નો હવન કરાતો હોય ત્યારે યાત્રીકો ની ભીડ પણ સવિશેષ જોવા મળે છે.
એક પરંપરા એવી રહી છે કે અંબાજી મંદિર પરીસર માં કરાતો આજ નો આ હવન દાંતા રાજ્ય વખત નાં રાજવી પરીવાર દ્વારા કરવામાં આવે છે. ને તેમનાં શ્રીફળ હોમાયા બાદ જ અન્ય શ્રદ્ધાળુંઓને દર્શન નો લાભ મળતો હોય છે. આજે યોજાયેલાં આ હવન માં દાંતા સ્ટેટ વખત નાં રાજા જશરાજ પરમાર નો વંસજ આજે પણ આ હવનમાં ઉપસ્થીત રહી માતા દુર્ગાની પુજા-અર્ચના ને મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો ને તે પૂર્વ અંબાજી મંદિરના ગર્ભગૃહ માં જ્યા માત્ર ભટ્ટજી મહારાજ જ પુજા આરતી કરતા હોય છે. ત્યાં આજે રાજવી પરીવાર દ્વારા પુજા આરતી કરવા માં આવી હતી.
રાજવી પરીવાર ના એચ એચ રિધ્ધિરાજ સિંહ એ જણાવ્યુ હતું કે આ આસો સુદ અષ્ટમી ના દુર્ગાષ્ટમી ના રોજ પુજા અર્ચના કરવા નામદાર કોર્ટ દ્વારા અબાધિત હક્ક મળેલો છે. આ રાજવી પરીવાર દ્વારા કરાતાં યજ્ઞ ની સેંકડો વર્ષ પુરાની માન્યતા આજે પણ પર્વતી રહી છે. જેનો ઇતિહાસ 900 વર્ષ પુરાણુ હોવાનું મનાય છે. કહેવાય છે કે આ પરંપરા વિક્રમ સવંત 1136 થી ચાલી આવે છે. પણ દાંતા સ્ટેટ ને મર્જ કરાતાં આ હવન કરવાનો હક્ક સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આ રાજવી પરીવાર ને મળ્યો છે.
અંબાજી ખાતે કરાતો આ હવન વર્ષ માં એક વખત કરવામાં આવે છે જેનો સંપુ્ર્ણ હક્ક અને મંદિર માં પુજા-વીધી રાજવી પરીવાર નાં વસંજ દ્વારા કરવામાં આવે છે. આ પરંપરા 130 ઉપરાંત ની પેઠીઓ થી ચાલતી આવે છે. જેને કોઇ પણ જાત નાં વિઘ્ન વગર આ પરંપરા ને રાજવી પરીવાર નાં વસંજ નિભાવી રહ્યા હોવાનુ એચ એચ રિધ્ધિ રાજ સિંહ પરમાર,( રાજવી પરિવાર, દાંતા સ્ટેટ) દાંતા એ જણાવ્યુ હતું.