થરા હારીજ રોડ ઉપર વરસાદી પાણીના વહેણમાં ડમ્પર તણાયુ

https://youtu.be/YIDlO2KBW9g
બનાસકાંઠા

હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં 3-4દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સાર્વત્રિક વરસાદ વચ્ચે ઉત્તર ગુજરાતમાં ચોમાસુ શરૂ થયાને શ્રાવણ મહિનો પુર્ણ થવા જઇ રહ્યા છે. ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે. આ સાથે દિયોદર પંથકમાં વીજળી પડતા પશુપાલકની ભેસ અને પાડીના મોત નીપજ્યા હતા તો બીજી તરફ કાંકરેજ તાલુકાના થરા હારીજ રોડ ઉપર આવેલ અસાલડીની ડીપમાં વરસાદી પાણીના વહેણમાં ફરીથી એક ડંપર તણાયુ હતું. બનાસ નદીમાં પુર આવતા પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર તાલુકાના પેદાશપુર ગડસાઈ અગીચાણા જેવા આઠ ગામનો રસ્તો બંધ કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.