રાધનપુરના પોરાણામાં ગામમાં ખરાબ રોડના કારણે લોકોની ભારે હાલાકી
જીલ્લાના તમામ તાલુકામાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. ત્યારે રાધનપુર તાલુકાના અનેક ગામોમાં મેઘરાજે મેઘમહેર કરી છે. જો કે રાધનપુરનાં પોરાણા ગામમાં ભારે વરસાદ ખાબકતા અહિયાં રહીશોની હાલત કફોડી બની છે. મહત્વનું છે પોરાણા ગામ ખાતે આવેલ રાવળવાસમાંથી પસાર થતો રોડ ભારે વરસાદનાં લીધે ખરાબ અને બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે, જેથી સ્થાનિક રહીશો અને ગામ લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે. જો કે, આ અંગેની રજૂઆત તાલુકા પંચાયત કચેરી અને ધારાસભ્ય સમક્ષ કરવા છતાં કોઈપણ નિકાલ ન આવતા સામાન્ય વરસાદની અંદર કાદવ કીચડ થઈ જતા સ્થાનિક લોકોની હાલાકી બેહાલ બની છે. ત્યારે તાલુકા પંચાયત અને ધારાસભ્ય આ વાતનું ધ્યાન લઇ તાત્કાલિક ધોરણે તેમના મતદારો સામાન્ય વરસાદમાં હાલાકી ભોગવી રહ્યા હોય તો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને નવીન રોડ ઊંચો બનાવવામાં આવે તેવી ગામ લોકો અને રાવળવાસના લોકોની માંગ છે.
આપને જણાવી દઈએ કે ચોમાસામાં અહિયાં ઠેર-ઠેર પાણી ભરાય છે જેથી આવનારા સમયમાં રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. જેથી તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ પંચાયત વિભાગ અને ધારાસભ્ય આ વાત ઉપર ધ્યાન આપી લોકોને મદદ કરે તેવી ગામ લોકોની માગણી ઉઠવા પામી છે.