જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકથી ઝરમર ઝરમર વરસાદ
બનાસકાંઠા જિલ્લામાં થોડાક દિવસના વિરામ બાદ ફરી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જિલ્લામાં અત્યાર સુધી એવરેજ 62.87 ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લાની જીવા દોરી સામાન ગણાતા દાંતીવાડા ડેમમાં બનાસનદીના પાણી આવતા ડેમમાં પાણીની આવક શરૂ થઇ ગઈ છે. જેને લઈ ખેડૂતોમાં ખુશી જોવામાં મળી છે. જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાય તો ખેડૂતો શિયાળો તેમજ ઉનાળામાં ખેતી કરી શકે.
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકાઓમ સામાન્ય વરસાદ નોંધાયો છે જેમાં અમીરગઢમાં 14 મિમી, કાંકરેજમાં 02 મિમી, ડીસામાં 07 મિમી, થરાદમાં 03 મિમી, દાંતીવાડામાં 08 મિમી, દિયોદરમાં 12 મિમી, ધાનેરામાં 01 મિમી, પાલનપુરમાં 08 મિમી, ભાભરમાં 03 મિમી, લાખણીમાં 05 મિમી, વાવમાં 02 મિમી અને સુઈગામમાં 04 મિમી વરસાદ નોંધાયો છે.