ખેટવા બ્રિજ નજીક ટ્રેલર પાછળ અન્ય ટ્રેલર ઘૂસતાં ચાલક ઘવાયો : ક્લીનર નુ મોત 3 ઘાયલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ડાયરવજન આપેલ ત્યાં બમ્પ મોટા બનાવતા અકસ્માત બની રહ્યા છે: ડીસા તાલુકાના ભીલડી ઇન્દિરાનગર ખેટવા બ્રિજ ઉપર સ્લેબનું કામ ચાલુ હોવાથી તેને લઈને ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જે દરમિયાન ગુરૂવારની વહેલી સવારે ભીલડી થી ડીસા તરફ જતાં ટ્રેલરની પાછળના ભાગે અન્ય ટ્રેલર ધડાકા ભેર ઘુસી જતાં ડ્રાઈવરને અને ક્લીનર ને સારવાર અર્થે ભીલડી ૧૦૮ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. તે દરમિયાન ક્લીનર કમલેશકુમાર માંગીલાલ ભીલ ઉંમર વર્ષ – ૨૧, ચિતોડગઢ રાજસ્થાન ને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

અગાઉ પણ હાઇવે પર બનેલ રેલ્વે બ્રિજના સ્લેબ ખસી જતા લાંબા સમય સુધી કામ ચાલુ રહ્યું હતું. જેને લઈને ઘણાં ગમખ્વાર અકમસ્માત સર્જયા હતા. અને કેટલાય નિદોષ લોકોના જીવ ગયા હતા.અને ફરીથી રેલ્વે બ્રિજ પરની બીજી સાઈડના સ્લેબનું સમારકામ ચાલુ કરેલ હોવાથી ડીસા થી ભિલડી આવવાના રસ્તા પર ડાયવર્ઝન આપતા ફરીથી અકસ્માત ચાલુ થઈ ગયા હતા. જેમાં છેલ્લા ૮ દિવસ માં ૩ અકસ્માત થયા હતા. જેમાં એક વ્યક્તિ એ જીવ ગુમાવ્યો હતો. અને ૩ ને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી વાહલચાલકો દ્વારા સમારકામ જલ્દી પૂરું કરવામાં આવે તેવી માંગ ઊઠી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.