ડીસામાં આરોગ્ય વિભાગ દ્વારા ‘ડોર ટુ ડોર’ બેઠકો

બનાસકાંઠા
deesa aarogay
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જિલ્લાના ડીસામાં કોરોનાના સતત વધતા જતા કેસોને પગલે આરોગ્ય વિભાગ પણ ચોંકી ઉઠ્‌યું છે તેમજ કોરોના ના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે તાલુકા હેલ્થ ઓફિસર ડાૅ. જીગ્નેશ હરિયાણી તેમજ આરોગ્ય સ્ટાફ સાથે ડીસાની વિવિધ સોસાયટીના પ્રમુખો સાથે લાયન્સ હોલ ખાતે એક બેઠક યોજી હતી. જેમાં કોરોના વાયરસનાં સંક્રમણને અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી તેમજ કન્ટેઈનમેન્ટ એરીયામાંથી લોકોને બહાર ન નીકળવાની પણ અપીલ કરવામાં આવી હતી. વધુમાં કોરોના વાયરસથી બચવા સોસીયલ ડિસ્ટન્સ, સેનેટાઈજર અને મોઢા પર માસ્ક ફરજિયાત પહેરી રાખવાની પણ શહેરીજનોને તાકીદ કરી કોરોનાને નાથવા સહયોગ માંગ્યો હતો. આરોગ્ય વિભાગના આ નવતર પ્રયાસને શહેરીજનોએ બિરદાવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.