અંબાજી મંદિર માં દિવાળી 1 નવેમ્બરે મનાવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે મનાવવાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

આજ થી દિવાળી ના પર્વ ના દિવસો ની શરૂઆત થઇ ચુકી છે ત્યારે નવા વર્ષ થી શક્તિપીઠો તેમજ પ્રવાસન ધામો માં યાત્રિકો નો ઘસારો ઉમટી પડશે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દિવાળી ના પર્વ ને લઇ અંબાજી મંદિર ને લાઈટ ડેકોરેશન થી શણગારવાની તડામાર તૈયારીઓ પ્રારંભ કરી ચુકી છે ત્યારે અંબાજી મંદિર નું શિખર ઝાકમજોળ રોશની થી જલ્હળી ઉઠશે, જોકે આ વખતે દિવાળી પર્વ ની તિથિ ની ક્ષતિ ના કારણે બે દિવાળી થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.

એક તરફ  31 ઓક્ટોબરે દિવાળી મનાવવાના છે ત્યારે અંબાજી મંદિર માં દિવાળી 1 નવેમ્બરે મનાવવામાં આવશે અને બેસતુ વર્ષ બીજી નવેમ્બરે મનાવવાશે. જોકે નવવર્ષ ના પ્રારંભે બેસતા વર્ષે અંબાજી મંદિર માં માતાજી ની ગાદી તરફ થી છપ્પન ભોગ નો અન્નકૂટ પણ ધરાવવામાં આવશે જેના વિશેષ દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે છપ્પન ભોગ અન્નકૂટ બપોરે 12.00 કલાકે રાજભોગ સાથે ધરાવવાનો હોઈ સવારે મંદિર 11.30 કલાકે મંગળ કરવામાં આવશે અને ફરી રાજભોગ અને અન્નકૂટ ની વિશેષ આરતી સાથે બપોર ના દર્શન નો પ્રારંભ થશે બેસતા વર્ષે સવાર ની મંગળા આરતી 06.00 કલાકે થશે.

 બેસતા વર્ષ 02/11/2024 સવારે આરતી 06.00 થી 06.30

દર્શન  06.30 થી 11.30

બપોરે અન્નકુટ દર્શન 12.30 થી 4.30

ત્રીજ થી આરતી સવારે 6.30 થી 7.00

દર્શન  07.00 થી 11.30

સાંજે આરતી 6.30 થી 7.00

સાંજે દર્શન 7.00 થી રાત્રીના 9.00 કલાક સુધી તેમ ભરતભાઈ પાધ્યા (ભટ્ટજી મહારાજ મંદિર ટ્રસ્ટ) અંબાજીએ જણાવ્યુ હતુ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.