ડીસાના ત્રણ માર્ગો પર લિઝ ધારકો માટે જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું : રેતીના વાહનો ચલાવવા પર પ્રતિબંધ

બનાસકાંઠા
બનાસકાંઠા

રાણપુર, ભડથ, જુનાડીસા- વાસણા રોડ પર રેતીના વાહનો ચલાવવા પર પ્રતિબંધ, લિઝો બંધ રહેતા સરકારને રોયલ્ટીની માતબર આવકનું નુકશાન ડીસા પાસે બનાસ નદીમાં આવેલી લીઝોમાંથી રેતી ભરીને જતા વાહનો રોડ પર નહિ ચલાવવા જિલ્લા કલેકટર અને મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કરતા મોટાભાગની લીઝો આજે બુધવારે બંધ રહીં હતી.

બનાસકાંઠા જિલ્લાના ડીસા પાસે બનાસ નદીમાં જિલ્લા કલેકટર દ્વારા ફાળવવામાં આવેલ લીઝોમાંથી સાદી રેતીનું વહન ડમ્પર ટ્રેલર, ટ્રેક્ટર દ્વારા થઈ રહ્યું છે ત્યારે ભડથ, રાણપુર અને છત્રાલા -જુનાડીસાવાળા રોડ પર રેતી ભરેલા વાહનોની વધુ અવરજવર હોવાના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર વરુણકુમાર બરનવાલએ જાહેરનામું પ્રસિદ્ધ કરી રાણપુર, ભડથની ગાડીઓ નદીના કિનારે થઈ આખોલ પાસેથી નેશનલ હાઇવે નીકળવા તેમજ જુનાડીસા, વાસણા, દશાનાવાસ, સદરપુર, ઝાબડીયા તરફની લીઝના વાહનો નદીની ભેખડે થઈને ભીલડી નેશનલ હાઇવે 27 પર અથવા જુનાડીસા રેલવે ફાટક પાસે હાઇવે પર ચડે તે રીતે ચલાવવા અધિકૃત જાહેરનામું પ્રસિદ્ધ કરેલ. જે જાહેરનામું બે માસ એટલે કે 31 ઓગસ્ટ સુધી પાડવામાં આવ્યું છે.

જોકે અગાઉ પણ બે માસ  જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ ફરી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેના કારણે ડીસાના આખોલ,ભડથ, રાણપુર, છત્રાલા,જુનાડીસા વિસ્તારની લીઝો બંધ રહેતા રેતી ભરવા આવેલા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સાથે લીઝો બંધ રહેતા સરકારને પણ રોયલ્ટીની આવકમાં મોટુ નુકસાન થઈ રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.