દાંતીવાડા અને પાંથાવાડામાં જિલ્લા ફૂડ વિભાગની આકસ્મિક તપાસ : ખાદ્ય ચીજ વસ્તુઓના 9 નમૂના પરીક્ષણ અર્થે મોકલાયા
ચોમાસાની સિઝનમાં પાણીજન્ય, ઋતુજન્ય તેમજ ભેળસેળિયા ખોરાકને લઈ લોકોનું આરોગ્ય ન જોખમાય તેને લઈ તેમજ એક ફરિયાદના આધારે જિલ્લાના દાંતીવાડા તાલુકાના દાંતીવાડા ,પાંથાવાડા તેમજ વિવિઘ સ્થળોએ રેસ્ટોરન્ટ, હોટેલ તેમજ આઈસ્ક્રીમ પાર્લર પર જિલ્લા ફુડ વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. જેમાં વિવિઘ સ્થળો પર ચાલતી રેસ્ટોરન્ટ, હોટેલ તેમજ આઈસ્ક્રીમ પાર્લર પરથી ગોટા, લસ્સી, પાલક પકોડા જેવી ખાદ્ય ચીજ વસ્તુઓના નવ જેટલા સેમ્પલ લેવાયા હતા.અને બાદમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ખાણી પીણી તેમજ ખાદ્ય ચીજ વસ્તુઓમા અનેક જગ્યાએ ભેળસેળ કરી હલ્કી ગુણવત્તાની ખાદ્ય ચીજ વસ્તુઓ વેચી માનવ જીવન સાથે ચેડાં કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠા ફુડ વિભાગે લાલ આંખ કરતા ભેળસેળીયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.