જિલ્લા ઇ.ચા. કલેકટર એમ.જે દવેની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

બનાસકાંઠા
બનાસકાંઠા

ધારાસભ્યોના પ્રશ્નો પરત્વે પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી

પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંકલન અને સ્થળ વિઝીટ પર ભાર: જિલ્લા ઇ.ચા. કલેકટર એમ.જે દવેની અધ્યક્ષતમાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ  હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્યઓએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી.

જેમાં ઇ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવેએ મળેલ રજૂઆત બાબતે સંબધિત અધિકારીઓ પાસેથી રિવ્યૂ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો હતો. તેમજ જરૂરી સૂચના અને માર્ગ દર્શન આપ્યું હતું. પાણી, રોડ રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ, જમીન સંપાદન, નેશનલ હાઇવે અને કેનાલ બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા/ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી  સ્થળ નિરીક્ષણ કરી પ્રશ્નનું નિરાકરણ લાવવા પર ભાર મુક્યો હતો. બેઠકમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ, માવજીભાઈ દેસાઇ દ્વારા લોકહિત અને જન કલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.