અંબાજી મુકામે મોદી ભવન ખાતે સિકલ સેલના દર્દીઓને મફતમાં પોષણ કીટનું વિતરણ

બનાસકાંઠા
બનાસકાંઠા

અંબાજી મુકામે મોદી ભવન ખાતે સિકલ સેલના દર્દીઓને મફતમાં પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. ગૌરવ પટેલ, ડૉ. વિશાલ મોદી, સુપર વાઇઝર વિજયભાઈ ચૌધરી, મમતાબેન ગમાર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના MPHW ઉપસ્થિત રહ્યા હતા.પોષણકીટ વિતરણ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને સુપરવાઇઝર વિજયભાઈ ચૌધરી દ્વારા સિકલ સેલના દર્દીનું આરોગ્ય સારું રહે અને તંદુરસ્ત જીવન જીવે તેના તકેદારી ભાગરૂપે કાળજી લે તે માટે આરોગ્ય શિક્ષણ આપ્યું. ત્યાર બાદ પોષણ કીટના દાતા વિપુલભાઈ દવે અને તેમના પરિવાર અને મેડિકલ ઓફિસરના હસ્તે દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. દાતા વિપુલભાઈએ ભવિષ્યમાં પણ જરૂરિયાત વાળા દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરશે તેવી ખાત્રી આપી હતી. જે બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિપુલભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.