પાઈપ લાઈનના જમીન સંપાદનમાં સક્ષમ અધિકારીના જવાબમાં પણ વિસંગતતા

બનાસકાંઠા
બનાસકાંઠા

(રખેવાળ ન્યૂઝ)ડીસા, બનાસકાંઠા જિલ્લામાં બાડમેર- પાલનપુર પાઈપ લાઈનના પ્રોજેક્ટમાં ખેડુતોને જમીન સંપાદનના વળતરમાં વિસંગતતા વચ્ચે અધિકારીના જવાબમાં પણ વિસંગતતા જાેવા મળતા આચરાયયેલ ગેરરીતીઓને સમર્થન સાંપડે છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમીટેડ દ્ધારા બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બાડમેર – પાલનપુર પાઈપ લાઈન નાખવામાં આવી હતી. જેમાં જમીન સંપાદનમા ઈરાદા પૂર્વક ડીસા, ધાનેરા અને પાલનપુર તાલુકાના ૮૦૦ ખેડુતોને જંત્રી વધારો કે વળતર ચૂક્વાયેલ નથી. ખેડુતોને રપ કરોડના આ માતબર નુકશાન બાબતે કલ્યાણભાઈ રબારીએ જિલ્લામાં સ્વાગત ફરીયાદ નિવારણમાં લેખિતમાં રજુઆત કરી હતી.

જેમાં પ્રત્યુતરમાં સક્ષમ સત્તાધિકારી પ્રાંત અધિકારી પાલનપુરે લેખિતમાં જણાવેલ કે પાલનપુર – વડોદરા પાઈપ લાઈન પ્રોજેક્ટ અન્વયે ખેડુતોને જમીન તેમજ પાક્નું વળતર આપવા અંગે સરકારનું માર્ગદર્શન માંગેલ હતું. જે સરકારની તા. ર૯/૮/ર૦૧૭ ની ગાઈડ લાઈન મુજબ વળતરનો એવોર્ડ બનાવેલ છે. અને સને ર૦૧૯ માં પાલનપુર – વડોદરા પાઈપ લાઈન પ્રોજેક્ટમાં ચંડીસર ગામની જમીનનો એવોર્ડ કરેલ હતો. તે જ પ્રમાણે ર૦ર૧ માં એવોર્ડ કરી વળતર ચૂકવેલ છે.

વધુમાં આગળ જણાવ્યું છે કે સરકારના જમીન સંપાદન અને પુન : સ્થાપન અધિકાર અધિનિયમ – ર૦૧૩ ની કલમ ર૬ (૧) ના સ્પષ્ટીકરણની ૩ ની જાેગવાઈઓ હેઠળ સંપાદન કરેલી જમીન બદલ વળતર તરીકે ચૂકવેલી કોઈપણ કિંમત જિલ્લામાં અગાઉ કરેલ એવોર્ડથી ચૂકવણી ધ્યાને લેવામાં આવશે નહી. સક્ષમ અધિકારીના આ ગંભીર છબરડાના કારણે તેમની કંપનીના સત્તધીશો સાથેની સાંઠગાંઠ સાથે જમીન સંપાદનના વળતરમાં ગેરરીતીઓ આચરાઈ હોવાનું સ્પષ્ટ થઈ જાય છે. તેનાથી ચૂંટણી ટાંણે સરકારની છાપ પણ ખરડાઈ રહી છે.

સરકારી વિભાગની લાલીયાવડી
જમીન સંપાદનમાં ખેડુતોને વળતરમાં આચરાયેલ ગેરરીતીઓ સક્ષમ અધિકારીના ગંભીર છબરડાના કારણે ખુલ્લી પડી ગઈ છે. એટલું જ નહી, આ બાબતે એક જ સરકારી વિભાગના બે સક્ષમ અધિકારીઓએ લેખિતમાં અલગ – અલગ અભિપ્રાય પણ આપ્યો છે. તેના ઉપરથી વિભાગમાં ચાલતી લાલીયાવાડીનો પર્દાફાશ થઈ જાય છે. તેથી આ મુદ્દે સીટની તપાસ થવી જાેઈએ તેમ ખેડુતોએ જણાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.