ડીસા તાલુકા પોલીસે દારૂ ભરેલી કાર સહિત બે શખ્સોની અટકાયત દારૂના જથ્થા સહિત કુલ 4.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
લોકસભાની ચૂંટણીને લઇ ચુસ્ત આચાર સંહિતા અમલમાં હોવા છતાં પણ બુટલેગરોએ દારૂની હેરાફેરી યથાવત રાખી છે. તે દરમિયાન આજે ડીસા તાલુકા પોલીસે દારૂ ભરેલી કાર સહિત બે શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા વધુ બે શખસો ઝડપાઈ ગયા છે. રાજસ્થાનથી ડીસા તરફ દારુ ભરીને એક કાર આવી રહી હોવાની માહિતી મળતા આજે પોલીસે ટેટોડા ગામ પાસે નાકાબંધી કરી હતી. તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલી એક શંકાસ્પદ કામને થોભાવી તેની તલાસી લેતા કારમાં ગુપ્ત ખાનુ બનાવી તેમાં ભરેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કાર ચાલક પ્રશાંત કિશોરસિંહ ચૌહાણ અને અમિત દેવજી ચૌહાણની અટકાયત કરી હતી.
જ્યારે કાર અને દારૂના જથ્થા સહિત કુલ 4.42 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે કારચાલક અને તેની બાજુમાં બેઠેલ વ્યક્તિ તેમજ દારૂ આપનાર ગણપતભાઈ સહિત ત્રણ સામે પ્રોહીબિશન એક્ટ મુજબની ફરિયાદ નોંધી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.