ડીસા માર્કેટયાર્ડના ચેરમેન – વાઈસ ચેરમેનની ચૂંટણીમાં પ્રથમવાર હોદ્‌ેદારોના સેન્સ લેવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આગામી ૧૦ જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ દ્વારા પ્રથમવાર ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટાયેલા ડિરેક્ટરોના સેન્સ લેવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં બીજા નંબરે મોખરાનું સ્થાન ધરાવતી ડીસા માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો છવાયો છે.ત્યારે ભાજપની નીતિ અને નિયમ અનુસાર માર્કેટયાર્ડના રેસ્ટ હાઉસ ખાતે પૂર્વ મંત્રી અને જિલ્લા પ્રભારી જ્યંતિ કાવડીયા દ્વારા ચૂંટાયેલા તમામ ૧૬ ડિરેકટરો અને ભાજપના હોદેદારોના એકપછી એક સેન્સ લેવાયા હતા.નિરીક્ષક અને આગેવાનોએ પાર્ટીના મેન્ડેડ બાદ જે ર્નિણય લે તેમાં સહમત રહેવા ડિરેક્ટરોને સૂચના આપી હતી.ડિરેક્ટરોએ પણ પોતાની માંગણી રજુ કરી હતી. જેમાં જ્યંતિ કાવડીયાને સામુહિક રજૂઆત સમયે ગોવાભાઈ રબારીને બાકાત રાખવામાં આવ્યા હતા અને વર્તમાન ચેરમેન અને ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની આગેવાનીમાં રજૂઆત કરાઈ હતી. જોકે ગોવાભાઈને બાકાત રાખતા તમામ ૧૫ ડિરેક્ટરો ગોવાભાઈ રબારીના વિરોધમાં હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું. આ બાબતે પૂર્વ મંત્રી અને પ્રભારી જ્યંતિ કાવડીયાએ જણાવ્યું હતું કે, તમામ પાર્ટીને માનનારા ડિરેકટરો છે અને જેને પણ મેન્ડેડ આપે તેની સાથે રહેવાની ખાત્રી પણ આપી છે. જોકે ગોવાભાઈના કોઇ વિરોધની રજૂઆત મારી સમક્ષ હજુ સુધી થઈ નથી. માર્કેટનો વહીવટ પારદર્શક થાય તેવા વ્યક્તિને પાર્ટી કમાન સોંપશે તેમ જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.