ડીસામાં પોસ્કોના આરોપી ને 20 વર્ષ ની સજા ફટકારતી ડીસા કોર્ટ
ડીસા કોર્ટે સંગીરા સાથે દુસ્કર્મ કરનાર આરોપી ને 20 વર્ષ ની સજા અને 10 હજાર નો દંડ ફાટકર્યો છે ડીસા કોર્ટે આપેલ ચુકાદો સમાજ માં દાખલા રૂપ ગણાવી શકાય અને પીડિતાને પણ સાચા અર્થમાં ન્યાય મળ્યો છે ગુરુવારે ડીસા કોર્ટ ના.બીજા એડી.સેસન્સ કોર્ટ,ડીસામા સ્પે.પોકસો એક્ટ કલમ 4,6 મુજબના કેસમા મહત્વનો ચુકાદો આપેલ છે.
જેમા બનાવની હકીકત એવી છે કે, આ કામના ફરી.બેનની દીકરી ઉ.વ.11 વાળી તથા અને તેનો ભાઈ બન્ને જણા રાત્રીના અગ્યારથી સાડા અગ્યાર વાગ્યાના સુમારે ધાનેરા ગંજરોડ ઉપર બેઠેલ હતા. ત્યારે આરોપી મહેન્દ્રભાઈ પુંજાભાઈ માજીરાણા રહે,ધાનેરા ભીલાવાસ,તા.ધાનેરા વાળાએ ભોગ બનનારને પકડી અંધારામા લઈ જઈ સગીરવયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર ગુજારી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરેલ તે બાબતની ફરીયાદ ધાનેરા પોલીસ સ્ટેશનમા આરોપી વિરુધ્ધ પુરતો પુરાવો હોઈ ડીસા સમક્ષ ચાલી २८ જતા સરકારી વકીલ નિલમબેન એસ. વકીલ(બ્રહહ્મભટ્ટ) ની સગીર વયની દીકરીઓ ઉપર થતા અત્યાચારના કેસમા વધુમા વધુ સજા કરવા ભારપુર્વક દલીલો કરેલ.
જે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપી મહેન્દ્રભાઈ પુંજાભાઈ માજીરાણા રહે.ધાનેરા ભીલવાસ,પાણીની ટાંકી પાસે વાળા ને તકસીરવાન ઠરાવી ઈ.પી.કો.કલમ 376 એ,376 બી, 506(2) તથા પોક્સો એક્ટ કલમ 4,6 મા 20(વીસ) વર્ષની સાદી કેદની સજા અને રૂા. 10,000/- નો દંડ કરેલ અને જો દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે.તથા ભોગ બનનારને રૂ।. 10,50,000/-નિયમોનુસાર ચુકવવાનો હુકમ કરવામા આવે છે.
આમ,નામદાર કોર્ટે હાલના વધતા જતા બાળા સાથે નૈતિક અધઃપતન કહી શકાય તેવા .એ. એટ અને સગીર વયની દીકરીઓ ઉપર થતા અત્યાચારના કેસમા સમાજમા ઉદાહરણ બેસે તેવો અને ભવિષ્યમા આવા ગુનાઓનુ પુનરાવર્તન ના થાય તેવો મહત્વનો ચુકાદો આપેલ છે.