અંબાજી નાં અનેક વિસ્તારો માં ગંદકી, હૉસ્પિટલ માં દર્દીઓની ભીડ, રોગચાળો ફાટે તેવી ભિતી

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાદરવી પૂનમ માં મેળાની તૈયારી પહેલાં ગામની ગંદકી દુર કરાવવા માંગ: હાલ તબક્કે જે રીતે ચાંદીપુરા નામ ના રોગે પ્રજામાં પગ પેસારો કર્યો છે જેને લઇ લોકો ના મોત પણ નીપજી રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજી પંથક માં થોડાજ વરસાદ બાદ ઠેક ઠેકાણે દુર્ગન્ધ મારતી ગંદકી નો ખડકલો જોવા મળી રહ્યો છે. રાહદારીઓ પણ આવી ગંદકી માંથી પસાર થવા મજબુર બન્યા છે પરિણામે કોઈને કોઈ રોગચાળા નો ભોગ પણ બનતા હોય છે. હાલ તબક્કે જે રીત નો વરસાદ પડ્યો હતો તેને લઇ અનેક જગ્યા ઓ એ ગંદા પાણીના ખાબોચિયા જોવા મળી રહ્યા છે. ને આ પાણી ના ખાબોચિયા માં મચ્છરો નો ઉપદ્રવ સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

જે મચ્છરો અનેક રોગો ને નિમંત્રિત કરી શકે છે. અંબાજી માં વરસાદ બાદ જે રીતે અનેક સ્થળો એ ગંદકી ના ઢગ જોવા મળે છે તેની સામે દવા છાટવા ની કે પછી ગંદકી ઉપાડવાની કામગીરી માં શૂન્યવકાશ જોવા મળી રહ્યો છે જો આજ રીતે પરિસ્થિતિ રહેશે તો જે રીતે ગુજરાત માં ચાંદિપુરા રોગે પગ પેસારો કર્યો છે. તેવા અન્ય રોગચાળો પણ ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.

અંબાજી તેમજ આસપાસ ની ગંદકી દૂર કરવા અંબાજી વિકાસ સતા મંડળ ને યાત્રાધામ વિકાસ બોર્ડ વર્ષે નવ કરોડ જેટલી માતબર રકમ ની ચુકવણી કરાતા હોવાનું ભારે ચર્ચાસ્પદ બન્યું છે જે એક તરફ નવ કરોડ જેવી માતબર રકમ ને બીજી તરફ ઉડી ને આંખે વળગે તેવી બે સુમાર ગંદકી જોતા નવકરોડ નું સ્થાન ક્યાં હશે તે મોટો પ્રશ્ન છે.

એટલુંજ નહિ જે રીતે અંબાજી માં ગંદકી ની ભરમાળ જોવા મળી રહી છે તેજ રીતે વિવિધ રોગો ને લઇ દર્દીઓ ની ભારે ભીડ અંબાજી ની આ હોસ્પિટલ માં જોવા મળી રહી છે અંબાજી ની  આ હોસ્પિટલ માં રોજ ની હજાર  જેટલી ઓપીડી થઇ રહી છે. ત્યારે આ 50 બેડ ની હોસ્પિટલ માં દર્દીઓ થી તમામ ખાટલા ભરેલા જોવા મળી રહ્યા છે એક તરફ ગંદકી ગુલબાંગ પુકારી રહી છે ત્યારે બીજી તરફ દર્દીઓ વહીવટીતંત્ર સામે નિસાસા નાખી રહ્યા છે, ને હાલ માં તાવ શરદી ખાંસી ને ઝાડા ઉલટી ના કેસો માં વધારો જોવા મળી રહ્યો હોવાનુ ડો.યજુવેન્દ્રસિંહ મકવાણા (સુપ્રિટેન્ડેન્ટ,આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ) એ જણાવ્યુ હતુ.

અંબાજી પંથક માં હાલ તબક્કે જે રીતે ગંદકી ની ભરમાળ જોવા મળી રહી છે ત્યાં બીજી તરફ લાખો ની સંખ્યા માં પગપાળા આવતા ભાદરવિપુનમ ના મેળા ની તારીખો પણ જાહેર કરી દેવાઈ છે ત્યારે અંબાજી તેમજ આસપાસ વિસ્તાર ની તમામ ગંદકી તાકીદે દૂર કરવા માંગ કરાઈ રહી છે નહિ તો અંબાજી ના સ્થાનિક લોકો જ નહિ પણ યાત્રિકો પણ રોગચાળા ના ભરડા માં પીસાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.