ડીસાની શુભ સોસાયટીમાં જર્જરી મકાનનો સ્લેબ તૂટી પડ્યો : સદનસીબે જાનહાનિ ટળી

બનાસકાંઠા
બનાસકાંઠા

સદ્નસીબે જાનહાનિ ટળી, સાંજના સમયે બાળકો રમતા હોય છે: ડીસાના જલારામ મંદિરની બાજુમાં આવેલ શુભ સોસાયટીમાં વર્ષોથી બંધ હાલતમાં રહેલા જર્જરીત મકાનના ધાબા ના કઠેડા નો ભાગ તૂટીને પડ્યો હતો. સદનસીબે બપોર નો સમય હોય જાનહાની ટળી હતી સાંજના સમયે અહીં સોસાયટીના બાળકો રમતા હોય છે.

ડીસા હાઈવે પર જલારામ મંદિર ની બાજુમાં આવેલ શુભ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી બંધ રહેલા મકાન નંબર ત્રણ જર્જરિત હાલતમા હોઈ બપોરના સમયે ધાબા ના કઠેડા નો આખો સ્લેબ તૂટીને નીચે પડ્યો હતો. ધડાકા ભૈર અવાજ થતાં આજુબાજુના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. બપોર નો સમય હોવાથી અહીં કોઈ અવરજવર ન હતી. જો સાંજના સમયે બનાવ બન્યો હોય તો અહીં સોસાયટીના બાળકો રમતા હોય છે પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી.

આ મકાન ઘણા સમયથી જર્જરીત હોય અગાઉ સોસાયટીના રહીશોએ મકાન માલિકને આ અંગે ધ્યાન પણ દોર્યું હતું.જોકે તેઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી  ત્યારે હવે જર્જરીત મકાનનો અન્ય ભાગ પણ તૂટે તે અગાઉ મકાનમાલિક જાગે તે જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.