પાલનપુરમાં ક્ષત્રિય સમાજના ધર્મ રથનું આગમન ગણેશપુરામાં જાહેર સભા: ભાજપને સબક શીખવવા હાકલ

બનાસકાંઠા
બનાસકાંઠા

એક બાજુ પસાલાલ ને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો છતાં ભાજપની જીદ ભાજપને નડશે

ભાજપના નેતા પુરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ રાજપૂત સમાજમાં દિન પ્રતિદિન રોષ વધતો જઈ રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા અંબાજીથી ક્ષત્રિય અસ્મિતા રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જે રથ પાલનપુર પહોંચ્યો હતો. ત્યારે પાલનપુરના ગણેશપુરા ખાતે જાહેર સભા યોજાઈ હતી. જ્યાં ક્ષત્રિય આગેવાનોએ ભાજપ અને પરસોતમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કરતા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરી હતી.

રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બાદ સમગ્ર ગુજરાત સહિત દેશ ભરમાં પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ભાજપ વિરૂદ્ધ મતદાન કરાવવા ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય નારીની અસ્મિતાની લડાઈને લઈ ક્ષત્રિય ધર્મરથ વિવિધ શક્તિપીઠો થી નીકળવામાં આવ્યા છે. જેને લઈને બનાસકાંઠાના શક્તિપીઠ અંબાજી ખાતેથી રથનું પ્રસ્થાન થયું હતું. જે રથ દાંતા અને વડગામ થઈને પાલનપુર પહોંચ્યો હતો. જ્યાં રસ્તામાં વિવિધ જગ્યાએ આ ધર્મ રથનું શ્રી રાજપુત કરણીસેના અને ક્ષત્રિયો દ્વારા આ અસ્મિતા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જોકે આ ધર્મરથ મોડી સાંજે પાલનપુર ખાતે આવી પહોંચતા તેનું સ્વાગત કરી પાલનપુરના ગણેશપુરામાં રાત્રી સભાનું આયોજન કરાયું હતું. જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ અને પુરુષોત્તમ રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યાં ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, અમે ભુપેન્દ્ર પટેલ અને પાટીલને કહ્યું કે એકબાજુ પસાલાલ છે અને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો છે તોય તમે ત્રાજવું એ બાજુ નમાવો છો તમને શરમ આવવી જોઈએ શરમ. અમારા અલટીમેટમ બાદ પણ કઈ ન થયું એટલે ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા અમે ગુજરાતમાં 10 ધર્મ રથ નીકળ્યા છે.

ભાજપે રૂપાલાની ટીકીટ ન કાપી. એક બાજુ એકલો રૂપાલા અને બીજી બાજુ 24 કરોડ ક્ષત્રિયો તો પણ ભાજપે જીદ ન છોડી અમે 1980 થી 80 ટકા સમાજ ભાજપના વોટર છીએ પણ ભાજપે અમારી વાત ન માની એટલે અમારે આંદોલન કરવું પડ્યું છે. ભાજપની સભા હોય સંમેલન હોય કાર્યાલનું ઉદ્ઘાટન હોય અમે શાંતિથી વિરોધ કરીશું જ અમારી સાથે તમામ સમાજ છે તેવું કહી કિરણસિંહ ચાવડાએ ભાજપને સબક શીખવવા હાકલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.