ધારેવાડા બોર્ડર ઉપર મુંબઈથી ભેંસોની ટ્રકમાં છૂપાઈને આવતા ૧૬ લોકોને ઝડપી પાડી

ગુજરાત
ગુજરાત

લોકડાઉનનો ભંગ કરી ગુજરાતમાં પ્રવેશ કરવા નિતનવા નુસ્ખા અપનાવતા લોકો સામે પોલીસ સખત બની

રખેવાળ ન્યુઝ છાપી
કોરોના મહામારી સામે કેન્દ્ર સરકાર દ્રારા ૩ મેં સુધી લોકડાઉન જાહેર કરવા છતાં લોકો લોકડાઉનનો ભંગ કરી ચોરી છુપીથી એક રાજ્ય થી બીજા રાજ્યમાં મોટી સંખ્યામાં અવરજવર કરતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાની ધારેવાડા બોર્ડર ઉપર મુંબઈથી ભેંસો ભરી આવતી ટ્રકમાં છૂપાઈને આવતાં ૧૪ લોકોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ મચી ગયો હતો.

કોરોના મહામારી અંતર્ગત તમામ જિલ્લાઓની સરહદો સીલ કરવા સાથે બોર્ડરો ઉપર તંત્ર દ્રારા સખત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન બનાસકાંઠાના છાપી પોલીસની હદમાં અને પાટણ જિલ્લાને અડીને આવેલ ધારેવાડા ચેકપોસ્ટ ઉપર સિધ્ધપુર તરફથી આવતી એક ટ્રક પો. હેડ.કોન્સ્ટેબલ પ્રવીણસિંહ, યાજ્ઞિકભાઈ તથા વનાજીએ ઉભી રખાવી તલાશી લેતા ટ્રકના પાછળના ભાગે ભેંસો ભરેલ હતી. જ્યારે કનતાણનું પાર્ટેશન કરેલ એક ભાગમાંથી ૧૪ લોકો ચોરી છુપીથી બનાસકાંઠા માં પ્રવેશ કરવાની ફિરાક કરતા મળી આવ્યા હતા. આ તમામની પૂછપરછ કરતા તેઓ મુંબઈથી વતન આવી રહ્યા હતા. જેથી પોલીસે ટ્રકના ચાલક તેમજ ક્લીનર સહિત કુલ ૧૬ લોકો સામે લોકડાઉન તેમજ સોશિઅલ ડિસ્ટન્સીંગનો ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે છાપી પીએસઆઈ એલ.પી.રાણાએ જણાવ્યું હતું કે મુંબઈથી ભેંસોની ટ્રકમાં છૂપાઈને આવતા લોકો વડગામ તાલુકાના વિવિધ ગામોના રહેવાસી છે અને તેઓ લોકડાઉનનો ભંગ કરીને આવ્યા હતા. જેથી આ તમામ ૧૬ લોકો સામે કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું. જોકે લોકડાઉનનો ભંગ કરી ટ્રકોમાં છૂપાઈને આવતા લોકો પોલીસ ચેકીંગ દરમિયાન ઝડપાઇ જતાં પંથકમાં ખળભળાટ મચી ગયો હતો.

અહેવાલઃ-સુરેશ અગ્રવાલ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.