ધાનેરા : રેલ્વે પુલ નજીક થી પસાર થતા સર્વિસ રોડનું અઠવાડિયા માં કરાશે સમારકામ
આગામી શનિવાર ના રોજ આંદોલન થાય એ પહેલાં રજૂઆત ને લઈ ખાસ બેઠક: ધાનેરા શહેરમાં પ્રવેશ કરવા માટે રેલ્વે પુલ નજીક સર્વિસ રોડ પસાર થાય છે. જોકે છેલ્લા ત્રણ વર્ષ થી સાંકડો અને બિસ્માર સર્વિસ રોડ હોવાના કારણે વાહન ચાલકો ઉપરાંત શાળા એ જતા બાળકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. બીજી તરફ બસ સહિતના મોટા વાહન ઓ પણ સર્વિસ રોડ સાંકડો હોવાના કારણે પસાર થઈ શકતા નથી. વર્ષો જૂની રજૂઆત ને લઈ ધાનેરા શહેર આખરે હવે આંદોલન તરફ જવાની તૈયારી મા હતું.
જોકે જિલ્લા કલેકટર ની સૂચના મુજબ ધાનેરા મામલતદાર ની હાજરી માં નેશનલ વિભાગના અધિકારીઓ અને ધાનેરા ના આગેવાનો, વેપારી ઓ ડોકટરો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં નેશનલ વિભાગ દ્વારા એક અઠવાડિયામાં સર્વિસ રોડ ના સમારકામ ની ખાતરી આપતા આખરે ધાનેરા ના આગેવાનો અને વહીવટી તંત્ર વચ્ચે સુખદ સમાધાન થયું છે.
ધાનેરા મામલતદાર એ જણાવેલ કે સર્વિસ રોડ બાબતે મિટિંગ મળી હતી જેમાં નેશનલ અધિકારીએ ટૂંક સમયમાં કામગીરી કરવાની ખાતરી આપી હતી. ધાનેરા શહેરમાં પ્રવેશ કરવા માટે વાહનો નો આવરો બંધ થઈ ગયો છે. જેના કારણે રેલ્વે વિસ્તાર થી અગ્રવાલ સુધી માર્ગ પર નો વેપાર પડી ભાગ્યો છે. બીજી તરફ રેલ્વે પુલ ને ત્રણ વર્ષ થવા આવ્યા હોવા છતાં સર્વિસ રોડની માગણી હજુ એજ હાલત મા છે.
નેશનલ વિભાગનાં અધિકારી પી.આર ચોધરી. એ આજે જાહેર બેઠક મા જણાવ્યું હતું.
કે સર્વિસ રોડ પહોળો કરવા માટે જમીન સંપાદન કરવાની હોય છે જેને ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે. બીજી તરફ ધાનેરા નાં આગેવાનો એ વહીવટી તંત્ર નેં આ મમાલે ઝડપી ઉકેલ લાવવા માટે અપીલ કરી છે. ધાનેરા શહરી જનોની રજૂઆત ના પગલે સર્વિસ રોડ એક અઠવાડિયામાં સમારકામ થઈ જાય તેવી ખાતરી નેશનલ વિભાગ ના ઇજેનર એ આપી છે.