ધાનેરા તાલુકામાં ૫૦ ટકા જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરની જગ્યાઓ ખાલી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : બનાસકાંઠા જિલ્લા ના છેવાડે આવેલા ધાનેરા તાલુકામાં આરોગ્ય સેવા ખોરવાઈ હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીને ધાનેરાની આરોગ્ય સેવામાં કોઈ રસના હોય એ પ્રમાણે તાલુકામાં ચાલતા મોટાભાગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મેડિકલ ઓફિસની જગ્યા ખાલી હોવા છતાં ભરતીના થતા લોકો આરોગ્ય બાબતે મુશ્કેલી વેઠી રહ્યાં છે.
ગુજરાત સરકાર આરોગ્યની સેવા બાબતે હાલ ઠંઠેરો પીટી રહી છે. મોટા મોટા હોર્ડીંગ અને જાહેરાતો થકી આરોગ્ય વિભાગની કામગીરી ગુજરાતમા નંબર વન હોય એ પ્રમાણે માત્ર આંકડાકીય કામ થઈ રહ્યું છે. જોકે ગામડાની હાલત જોવામાં આવે તો મોટા બણગા ફૂંકતા આરોગ્ય વિભાગની પોળ ખુલે તેંમ છે. ધાનેરા તાલુકામાં ગામડામાં રહેતા લોકો અને ગરીબ પ્રજાને પોતાના ગામમાં જ આરોગ્ય બાબતેની તમામ સેવા મળી રહે તે માટે ૯ જેટલા ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ સુવિધા સાથે આપ્યા છે. જેમાં ચાર સામુહિક કેન્દ્ર પણ મંજુર થયા છે. પરંતુ સત્ય અને સાચી હકીકત જોવા જઈએ તો હાલ તાલુકાના ૫૦ ટકા જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર મેડિકલ ઓફીસરજ નથી. ફરજ પરના અન્ય તબીબ કે ચાર્જ માં હોય એ તબીબ આરોગ્ય ની તપાસ કરી રહ્યા છે. પરંતુ યોગ્ય અને સચોટ સારવાર માટે આજે પણ તાલુકાના ગામડાના લોકોને પ્રાઇવેટ હોસ્પિટલ કે દવાખાને જવું પડે છે. ધાનેરા તાલુકાના વાલેર, ધાખા, અનાપુરગઢ, આલવાડા, રામપુરા મોટા સહિતના ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું મકાન તો છે પરંતુ ફરજ પર મેડિકલ ઓફિસર નથી. સ્થાનિક આગેવાનો જિલ્લાના આરોગ્ય વિભાગ જાગે તે માટે રામપુરા મોટાના આગેવાન સવાભાઈ ઠાકોરે પણ રજુઆત કરી હતી. આ ઉપરાંત ધાનેરા તાલુકાના જડિયા ગામે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પણ આજે છેલ્લા ૨૦ દિવસ થી એક પણ ડોકટર નથી છત્તા જિલ્લાનું આરોગ્ય વિભાગ બેફિકર છે.બનાસકાંઠા જિલ્લા ની ધાનેરા તાલુકાની આરોગ્ય સેવા સુધારી આયોજન બંધ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર તબીબ મળી રહે તેવી વ્યવસ્થા માટે હાલ ધાનેરવ્‌ના નાગરિકો ઉગ્ર રજુઆત કરી રહ્યા છે. રાજકીય આગેવાન પણ માત્ર વોટ માટે નહીં પણ પ્રજાના સુખ સુવિધાઓ માટે આગળ આવે તે પણ જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.