જાહેર જનતા સાથે બેઠક કરી 16 મોબાઈલ પરત કરતી ધાનેરા પોલીસ
બનાસકાંઠા જિલ્લામાં તેરા તુજકો અર્પણ અભિયાન મા ધાનેરા પોલીસ અગ્રેસર રહી છે. સતત ચાર કાર્યક્રમો કરી ચોરી કે ગુંમ થયેલ મોબાઈલ 14 મોબાઈલ મૂળ માલિક ને પરત કર્યા
ધાનેરા પોલીસ મથકેના પોલીસ ઇન્સ્પેકટર એ.ટી પટેલ ગુનાહિત પ્રવુતિ ને ડામવા મા સફળ રહ્યા છે. ધાનેરા પોલીસ કર્મીઓ ની સતર્કતા ના કારણે 16 મોબાઈલ મૂળ માલિકો ને પરત કરવાંમાં આવ્યા હતા.પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ની શરુઆત કરાઈ છે. જેમાં કોઈ પણ વ્યક્તિ ની કીમતી ચીજ વસ્તુઓ પોલીસ સામે ચાલી મૂળ માલિક ને પરત કરે છે.
ધાનેરા શહેરી વિસ્તાર ઉપરાંત ગામડા માંથી ચોરી કે ગુમ થયેલા મોબાઈલ ને લઈ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇ ધાનેરા પોલીસ એ આધુનિક ઉપકરણો ની મદદ સાથે 16 જેટલા મોબાઈલ રિકર્વ કર્યા છે. અને ધાનેરા પોલીસ મથકે માન ભેર બોલાવી તેમને મોબાઈલ પરત કર્યા હતા. પોતાના મોબાઈલ હેમ ખેમ્ મળી જતા મોબાઈલ માલિકો એ હાસ્ય અને ખુશી સાથે ધાનેરા પોલીસ નો આભાર માન્યો છે.