પાલનપુરમાં વર્ષમાં બે વાર ખુલતાં નાગણેજી માતાના મંદિરે નાગપંચમીએ ભક્તો ઊમટ્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરમાં આવેલા ઐતિહાસિક નાગણેજી માતાનું મંદિર વર્ષમાં બે વખત જ ખુલે છે. જેમાં નાગ પાંચમ અને નવરાત્રીની આઠમના રોજ બે જ દિવસ ખોલાય છે. ત્યારે સોમવારે નાગપંચમી હોવાથી શ્રદ્ધાળુઓના દર્શનાર્થે મંદિર ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિકભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડતાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


મંદિરના પૂજારી શરદભાઈ આચાર્યએ જણાવ્યુ હતું કે આ મંદિરનો ઈતિહાસ એવો છે કે, ઇ.સ. 1628 માં પાલનપુર નવાબ પરિવારના મુઝાહીતખાનના લગ્ન પૂંજાજી જાડેજાના દિકરી માનબાઇ સાથે થતાં તેઓ દાયજામાં નાગણેચી માતાનું પુસ્તક, યંત્ર, શ્રીફળ અને પાદુકા લઇ આવ્યા હતા. મુઝાહીતખાનના માતા ધીરાંબાઇએ તેને શુભશુકન માની રાજગઢીમાં નાગણેજી માતાનું પૂજાસ્થાન બનાવ્યું હતું. પૂજા કામ અર્થે સિદ્ધપુરથી એક બ્રાહ્નમણને બોલાવાયા હતા. તેમને પૂજારી તરીકેના વંશપરંપરાગત અધિકાર આજે પણ રાજ્ય તરફથી વર્ષાસન મળે છે. જ્યારે જિલ્લા કલેકટર કચેરીમાં આવેલ સરકારી ગોગા મહારાજના મંદિરે નાગ પંચમી નિમિત્તે યજ્ઞ યોજાયો હતો. સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. જ્યારે રાત્રે ભજન તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત મંદિરને પણ આયોજકો દ્વારા સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.