ડીસામાં પીએમના કાર્યક્રમનો વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસામાં આવાસ યોજનાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ પૂર્વે પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી છે. સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરતા 6 જેટલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે ટીંગાટોળી કરી પોલીસવાનમાં બેસાડી પોલીસ મથકે લઈ ગઈ હતી.

ડીસામાં આજે પીએમ નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 2993 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા એક 1,31,454 આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમમાં સરકાર તાયફાઓ કરી પ્રજાના લાખો રૂપિયાનો ધુમાડો કરતા હોવાના ગંભીર આક્ષેપો સાથે કોંગ્રેસ આગેવાનોએ વિરોધ દર્શાવ્યો હતો અને નવા બસ સ્ટેન્ડ પાસે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી.સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરતા કોંગ્રેસ આગેવાન સહિત 6 આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. જોકે અટકાયતથી બચવા માટે પ્રયાસો કરતા કોંગ્રેસ કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડી પોલીસ મથકે લઇ ગયા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.